________________
ગોશાલક કથા
જોયા. તેમને પૂછ્યું કે, તમે કોણ છો ? તેમણે જવાબ આપ્યો કે, અમે શ્રમણો છીએ ત્યારે ગોશાળાએ કહ્યું કે, તમે તો પરિગ્રહી છો, તમે નિગ્રન્થ કઈ રીતે કહેવાઓ ? એ રીતે સંવાદ કરતા આગળ ગોશાળાએ શ્રાપ આપ્યો કે, મારા ધર્માચાર્યનું તપ-તેજ હોય તો આ શ્રમણનું સ્થાન બળી જાઓ. પણ કંઈ થયું નહીં એટલે મને ફરિયાદ કરી. ત્યારે તેને સમજાવ્યું કે, તેઓ ભ૰પાર્થના શાસનના સાધુ છે, તે બળે નહીં.
ત્યારપછી રાત્રિ થવા આવી. મુનિચંદ્રાચાર્ય ઉપાશ્રયની બહાર પ્રતિમા ઘ્યાને રહ્યા. તે દિવસે ત્યાં કોઈ દારૂ પીને ઉન્મત્ત થઈને સંધ્યાકાળે આવેલો. જેવા તેણે મુનિચંદ્રાચાર્યને જોયા કે તે વિચારવા લાગ્યો કે, આ ચોર છે, તેથી તેમને ગળેથી પકડ્યા. તેમને શ્વાસોચ્છવાસ રહિત કરી દીધા, તો પણ ધ્યાનથી વિચલિત ન થયા. તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, આયુષ્ય પૂર્ણ થઈ ગયું અને દેવલોકમાં ગયા. તે વખતે નજીકમાં રહેલા વ્યંતર દેવોએ આચાર્ય ભગવંતનો કાળધર્મનો મહિમા કર્યો. તે વખતે ગોશાળાએ બહાર ઊભા રહીને જોયું. તેણે દેવોને નીચે ઉતરતા અને ઉપર ચઢતા જોયા. દેવ ઉદ્યોથી ગોશાળાએ માન્યું કે, આચાર્ય ભગવંતનો ઉપાશ્રય બળી રહ્યો છે. તેણે ભગવંતને (મને) કહ્યું કે, જુઓ તમારા પ્રત્યેનીકનો ઉપાશ્રય બળી રહ્યો છે. ત્યારે ગોશાળાને જણાવ્યું કે, તેનો ઉપાશ્રય નથી બળતો પણ, તે આચાર્યને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને તેમનું આયુષ્ય પૂર્ણ થતા દેવલોકે ગયા, તેનો મહોત્સવ દેવો કરી રહ્યા છે. દેવાના ગયા બાદ ગોશાળો ત્યાં ગયો તો તેણે જોયું કે, ત્યાં ગંધોદક અને પુષ્પોની વર્ષા થયેલી છે. જ્યારે સાધુઓએ આ બધી હકીકત જાણી ત્યારે તેઓ પણ ગોશાળાનો તિરસ્કાર કરીને ચાલ્યા ગયા.
ત્યારપછી (ભગવંત મહાવીર) હું ચોરાક સંનિવેશ ગયો. ત્યાં કોટવાળો એ અમને ચોર જાણી કૂવામાં ફેંકી દીધા. ફરી બહાર કાઢ્યા. તેવામાં ઉત્પલ નિમિત્તકની સોમા અને જયંતી નામની બે બહેનો આવી, તેમણે આ તો ચરમ તીર્થંકર છે જાણી અમને છોડાવ્યા. ત્યાંથી મેં ચોથુ ચાતુર્માસ પૃષ્ઠચંપામાં કર્યુ. ત્યાં ચોમાસી તપ કર્યો. તે તપ પારીને બહાર કૃતાંગલા નગરીએ ગયો. ત્યાં દરિદ્ર સ્થવિર નામનો પાખંડી હતો. તે મહિલા, આરંભ અને પરિગ્રહ સહિત હતો. તેના દેવકુલમાં હું પ્રતિમા ધ્યાને રહ્યો. તેઓને તે દિવસે જાગરણ હતું. તે મહિલાઓ સહિત ગાતો અને નાચતો હતો. ત્યારે ગોશાળો બોલ્યો કે, આનું નામ જ પાખંડી, સ્રીઓ અને આરંભ સહિત એકઠા થઈ ગાય છે, વગાડે છે અને નાચે છે. ત્યારે તેઓએ તેના ઉપર ઠંડુ પાણી નાંખ્યુ. મહામાસની ઠંડીમાં તે થરથરતો ત્યાં રહ્યો. અનુકંપા બુદ્ધિથી તેઓએ ગોશાળાને છોડ્યો. ફરીથી ગોશાળાએ મજાક કરી, ફરી તેને પાણીમાં ફેંક્યો. એ રીતે ત્રણ વખત ગોશાળાને બહાર ફેંક્યો અને પાછો લાવ્યા. ત્યારે કોઈએ કહ્યું કે, આ દેવાર્યનો કોઈ પીઠમર્દક કે છત્રધર લાગે છે. ત્યારે તે મૌન ધારણ કરીને રહ્યો.
૨૦૧
ત્યારપછી (ભગવંત મહાવીર) હું શ્રાવસ્તી ગયો. ત્યાં બહાર પ્રતિમાધ્યાને રહ્યા. ત્યારે ગોશાળાએ પૂછ્યું, તમે ચાલો છો ? ત્યારે કહ્યું કે, અમારે આજે ઉપવાસ છે. ગોશાળાએ પૂછ્યું કે, મને ભોજનમાં શું મળશે ? ત્યારે કહ્યું કે, તું આજે મનુષ્યનું માંસ ખાઈશ. ત્યારે તે બોલ્યો કે, તો હું આજે એવા સ્થાને ભોજન લઈશ કે જ્યાં માંસનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org