________________
નિદ્ભવ – જમાલિ કથા
૨૧૭
નિર્ચન્જ પ્રવચન અનુસાર વર્તવાને માટે અમ્યુદ્યત થયો છું. ભગવન્! આ નિર્ગસ્થ પ્રવચન તથ્ય છે, સત્ય છે, અસંદિગ્ધ છે – યાવત્ – જે પ્રમાણે આપ કહો છો તે યથાવત્ છે. પરંતુ હે દેવાનુપ્રિય ! હું મારા માતા-પિતાને પૂછીને અને તેમની અનુજ્ઞા લઈને આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને અગારધર્મ છોડીને અનગારધર્મથી પ્રવજિત થવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.”
જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે જમાલિ ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું, ત્યારે તે હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આ–દક્ષિણ પ્રદક્ષિણા કરીને – યાવત્ – નમસ્કાર કર્યા. પછી તે ચાતુર્ધટ અશ્વરથ પર આરૂઢ થયો, આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી બહુશાલ નામના ઉદ્યાનથી નીકળ્યો -- યાવત્ – મસ્તક પર કોરટપુષ્પની માળાથી યુક્ત છત્રને ધારણ કર્યું, મહાન્ સુભટો ઇત્યાદિના સમૂહથી પરિવૃત્ત થઈને જ્યાં ક્ષત્રિયકુંડગ્રામ નામનું નગર હતું. ત્યાં આવ્યો. ત્યાંથી તે ક્ષત્રિયકુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં પોતાનું ભવન હતું, જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો. ત્યાં પહોંચીને પોતાના અશ્વોને રોક્યા, રથને ઊભો રાખ્યો. પછી તે રથમાંથી નીચે ઉતર્યો અને આંતરિક ઉપસ્થાનશાળામાં જ્યાં પોતાના માતા–પિતા હતા, ત્યાં આવ્યો. આવીને માતા–પિતાને જય—વિજય શબ્દોથી વધાવ્યા. પછી માતા–પિતાને કહ્યું કે, મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રૂચિકર પ્રતીત થયો છે, –૦- દીક્ષા માટે જમાલિ દ્વારા માતપિતાની અનુમતિ માટે સંવાદ :
આ સાંભળીને માતા-પિતાએ ક્ષત્રિયકુમાર જમાલિને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર! તું ધન્ય છે પુત્ર ! તું કૃતાર્થ થયો છે પુત્ર ! તું કૃતપુણ્ય છે. પુત્ર ! તું કૃતલક્ષણ છે કે, તે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કર્યું અને તે ધર્મ તને ઇષ્ટ, વિશેષ પ્રકારે અભિષ્ટ અને રુચિકર લાગ્યો છે. તદન્તત્તર ક્ષત્રિયકુમાર જમાલિએ બીજી વખત પણ પોતાના માતા-પિતાને કહ્યું કે, મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ખરેખર ધર્મ સાંભળ્યો, જે મને ઇષ્ટ, અભિષ્ટ અને રૂચિકર લાગ્યો. તેથી હે માતાપિતા ! હું સંસારથી ઉદ્વિગ્ન થઈ ગયો છું, જન્મ મરણથી ભયભીત થયો છું. તેથી હવે મારી ઇચ્છા છે કે, હું આપ બંનેની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવજિત થાઉં.
* ક્ષત્રિયકુમાર જમાલિની માતા તેનાં તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, મનને અપ્રિય અને અશ્રુતપૂર્વ વચન સાંભળીને અને અવધારણ કરીને રોમેરોમથી વહેતા એવા પસીનાથી તેનું શરીર ભિંજાઈ ગયું. શોકના ભારથી તેનું અંગ અંગ કંપવા લાગ્યું. તેણી નિસ્તેજ થઈ ગઈ. તેણીનું મુખ દીન અને ઉન્મના થઈ ગયું. હથેળી વડે મળેલી કમલમાલાની સદશ શરીર તત્કાળ મુરઝાઈ ગયું અને દુર્બળ થઈ ગયું. તે લાવણ્યશૂન્ય, કાંતિરહિત અને શોભાહીન થઈ ગઈ. આભૂષણો ઢીલા પડી ગયા હાથોની શ્વેત ચૂડીઓ નીચે પડીને ચૂર ચૂર થઈ ગઈ. ઉત્તરીય વસ્ત્ર શરીર પરથી ખસી ગયું. મૂછવશ તેની ચેતના નષ્ટ થઈ ગઈ. શરીર ભારે ભારે થઈ ગયું. સુકોમળ કેશરાશિ વિખરાઈ ગઈ. તેણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org