________________
૨૧૬
આગમ કથાનુયોગ-૨
છે ? જેના નિમિત્તે – યાવત્ – આ બધાં લોકો બહાર જઈ રહ્યા છે?
ત્યારે જમાલિ ક્ષત્રિયકુમારે આ પ્રમાણે કહ્યું તે સાંભળીને તે કંચુકી પુરુષ અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા. તેઓએ શ્રમણ ભગવંત મહાવીરનું આગમન જાણીને તેમજ નિશ્ચિત કરીને, બે હાથ જોડી જય-વિજય ધ્વનિથી જમાલિ ક્ષત્રિયકુમારને વધાઈ આપી. તેઓએ કહ્યું, હે દેવાનુપ્રિય ! આજે ક્ષત્રિયકુંડગ્રામ નગર બહાર ઇન્દ્ર આદિ ઉત્સવ નથી. પરંતુ હે દેવાનુપ્રિય ! આદિકર યાવત્ સર્વજ્ઞ સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર, બ્રાહ્મણકુડંગ્રામનગરની બહાર બહુશાલ નામના ઉદ્યાનમાં અવગ્રહ ગ્રહણ કરીને – યાવત્ – વિચરી રહ્યા છે. તે નિમિત્તથી આ ઉગ્રકુલ, ભોગકુલ આદિના પુરુષો તથા અન્ય પણ ઘણાં લોકો વંદનને માટે – યાવત્ – જઈ રહ્યા છે.
ત્યારે કંચકી પુરષ પાસેથી આ વાત સાંભળી, હૃદયમાં ધારણ કરી જમાલિ ક્ષત્રિયકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી ચાર ઘંટાવાળા અશ્વરથને જોડીને અહીં ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞાનું પાલન કરીને સૂચના આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ જમાલિ ક્ષત્રિયકુમારની તે આજ્ઞાને સાંભળીને તે મુજબ કાર્ય કરી, નિવેદન કર્યું. –૦- ભગવંતના વંશનાર્થે જમાલિની જવું :
ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમાર જ્યાં ખાનગૃહ હતું, ત્યાં આવ્યો. તેણે સ્નાન કર્યું તથા અન્ય દિનચર્યા કરી – યાવત્ – શરીર પર ચંદનનો લેપ કર્યો. સમસ્ત આભુષણોથી વિભૂષિત થયા અને સ્નાનગૃહથી નીકળ્યા. ઇત્યાદિ સમગ્ર વર્ણન (કોણિક કથા અનુસાર) જાણવું. પછી જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી અને જ્યાં સુસજ્જિત ચાર ઘંટાવાળો અશ્વરથ હતો, ત્યાં તે આવ્યો. તે અશ્વરથ પર આરૂઢ થયો. કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કર્યું. મોટા-મોટા સુભટો, દાસો, પથપ્રદર્શકો આદિના સમૂહથી પરિવૃત્ત થયો. પછી તે ક્ષત્રિયકુમાર જમાલિ ક્ષત્રિયકુંડ ગ્રામનગરના મધ્ય ભાગમાંથી નીકળ્યો. બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરની બહાર જ્યાં બહુશાલ ઉદ્યાન હતું, ત્યાં આવ્યો. ત્યાં ઘોડાને રોકીને રથને ઊભો રાખ્યો. રથમાંથી નીચે ઉતર્યો. પછી તેણે પુષ્પ, તાંબુલ, આયુધ આદિ તથા ઉપાનનો ત્યાગ કર્યો. એકપડવાળા વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું. તદન્તત્તર આચમન કર્યું, અશુદ્ધિ દૂર કરીને અત્યંત શુદ્ધ થયો. મસ્તકે બંને હાથ જોડીને જમાલિ શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચ્યો. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી – યાવત્ – ત્રિવિધ પર્યાપાસના કરી. ત્યાર પછી શ્રમણ ભગવંત મહાવીરે તે ક્ષત્રિયકુમાર જમાલિ તથા વિશાળ ઋષિગણ આદિ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ગઈ.
શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી અને તેને હૃદયંગમ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયેલ ક્ષત્રિયકુમાર જમાલિ – પાવત્ – ઊભો થયો. ઊભા થઈને તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા આપી. – યાવત્ – વંદન-નમસ્કાર કરીને કહ્યું, હે ભગવન્! હું નિર્ગસ્થ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર પ્રતીતિ કરું છું. ભગવન્! નિર્ગસ્થ પ્રવચનમાં મારી રુચિ છે. ભગવન્! હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org