________________
૨૪૨
આગમ કથાનુયોગ-૨
તેવી જ રીતે શીત અને ઉષ્ણ ક્રિયાના અનુભવનો કાળ ભિન્ન હોવા છતાં પણ સૂક્ષ્મ હોવાથી તારાથી જાણી શકાયો નથી. તેથી તે બંને ક્રિયાનો અનુભવ એક જ કાળે થયો, એવું તું માને છે. વળી ચિત્ત પણ બધી ઇન્દ્રિઓની સાથે એક કાળે સંબંધ રાખતું નથી, પણ અનુક્રમે જ સંબંધ રાખે છે. તે જ રીતે ઉપલક્ષણથી મસ્તક, હાથ, પગ વગેરે સ્પર્શનેન્દ્રિયના જુદા જુદા અવયવો સાથે પણ ચિત્ત એક કાળે સંબંધ રાખતું નથી. જેમ કોઈ માણસ લાંબી અને સૂકી આંબલી ખાય છે, તેને ચક્ષુ વડે જોવાથી તેના રૂપનું જ્ઞાન થયું, નાક વડે સુંઘવાથી ગંધનું જ્ઞાન થયું. ખાવાથી રસનું જ્ઞાન થયું, સ્પર્શવાથી સ્પર્શનું જ્ઞાન થયું. ચાવવાથી શબ્દ ઉત્પન્ન થયો, તે કર્ણ વડે સાંભળવાથી શબ્દનું જ્ઞાન થયું. પરંતુ તે પાંચે જ્ઞાન અનુક્રમે જ થાય છે, નહીં તો સાંકર્ય દોષ લાગે.
મતિજ્ઞાન વગેરેના ઉપયોગ વખતે અવધિ વગેરે જ્ઞાનના ઉપયોગની પણ પ્રાપ્તિ થઈ જાય ને તેમ થવાથી એક વખતે ઘટાદિક પદાર્થની કલ્પના કરતા અનંતા ઘટાદિક પદાર્થોની કલ્પનાની પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય, પણ તેમ થતું નથી. વળી જિનેશ્વર પરમાત્માના ગુણનું સ્મરણ કરીને ધ્યાનમાં ઉપયોગમાં રાખતી વેળાએ પણ મિથ્યાત્વના તર્ક અને અસુરાદિકના ધ્યાનના ઉપયોગની પ્રાપ્તિ થવી જોઈએ, માટે તારા મત પ્રમાણે તો ઉપર કહેલા ઉપરાંત બીજા પણ અનેક દોષ પ્રાપ્ત થશે અને તેથી ચિંતિત અર્થ પ્રાપ્ત થશે નહીં. માટે ઉપયોગ એક કાળે એક જ વસ્તુમાં થાય છે, પણ અનેક વસ્તુમાં થતો નથી. તે જ પ્રમાણે કર્મબંધ અને તેની નિર્જરા વગેરે પણ ઘટાવવાં. આ સંબંધમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત વિચારવું. જ્યારે શ્રેણિક મહારાજાએ મહાવીરસ્વામીને પ્રસન્નચંદ્ર મુનિની ગતિનું સ્વરૂપ પૂછ્યું, તે વખતે ભગવંતે મુનિના ચિત્તમાં રહેલા પ્રશસ્ત અને અપ્રશસ્ત ઉપયોગના પરાવર્તમાનપરા અનુસાર વારંવાર જુદું જુદું ગતિનું સ્વરૂપ કહેલું, જો એક કાળે અનેક ઉપયોગ વર્તતા હોત તો જિનેશ્વર પણ એક કાળે અનેક ગતિ કહેત. પરંતુ તેવું થઈ શકતું નથી, માટે એક કાળે એક જ ઉપયોગ વર્તે છે તે પણ સત્ય છે.
જ્યારે પ્રાણીનું મન શીત ઉપયોગમાં વ્યાપારવાળું હોય છે. ત્યારે તે મન ઉષ્ણ ઉપયોગમાં વર્તતું નથી. કેમકે તે પરસ્પર વિરોધી છે. આમ છતાં પણ સમકાળે બે ઉપયોગ વર્તવા વિશેની તારી માન્યતા છે તે મનના સંચારનો ક્રમ ન જાણવાથી ઉત્પન્ન થઈ છે. ત્યારે ગંગાચાર્યએ પુનઃ પ્રશ્ન કર્યો કે, હે સ્વામી ! મતિજ્ઞાનના ભેદોનું વર્ણન કરતી વખતે આપે જ બહુ, બહુવિધ, ક્ષિપ્ર ઇત્યાદિ ભેદો જણાવેલા છે. તે વખતે એક વસ્તુમાં જુદા જુદા અનેક ઉપયોગ હોય તેમ કહેલું હતું, તે કઈ રીતે ? ત્યારે આચાર્ય ભગવંતે જણાવ્યું કે, તે બહુ, બહુવિધાદિ રૂપ વસ્તુમાં અનેક પર્યાયો હોય છે. તેમનું સામાન્યરૂપે કરીને ગ્રહણ માત્ર કરવું. તે જ જ્ઞાનમાં ઉપયોગ છે તેવું બતાવવા માટે છે. પણ એક વસ્તુમાં એક કાળે અનેક ઉપયોગ કોઈ સ્થાને હોય જ નહીં. જેમ “સૈન્ય જાય છે" એ વાક્ય સામાન્ય છે, કેમકે તેમાં કોઈનો વિશેષ નિર્દેશ નથી. તેને એક ઉપયોગપણું કહેવાય છે. પણ તે સૈન્યમાં દરેક વસ્તુ ભિન્ન ભિન્ન કરીએ. જેમકે આ હાથી છે, આ અશ્વ છે, ઇત્યાદિ. વિભાગ કરીએ તો તે ભેદના અધ્યવસાયરૂપ અનેક ઉપયોગતા કહેવાય.
– તે જ પ્રમાણે હે શિષ્ય ! એક જ સમયે ઘણાં વિશેષનું જ્ઞાન થાય નહીં. કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org