________________
૯૬
આગમ કથાનુયોગ-૨
ધમધમતા તેણે આવીને યમરાજ સદશ રૂપ વિફર્થે. તેણે આર્યપુત્ર ઉપર એક વૃક્ષ ઉખેડીને ફેંક્યુ. વધને માટે આવતા તે વૃક્ષને તમારા મિત્રે હાથના પ્રહાર વડે દૂર ફેંકી દીધું. તે યક્ષ રજને ઉડાડીને સમગ્ર વિશ્વ અંધકારમય કરી દીધું. પછી તેણે ભયંકર અટ્ટહાસ્ય કરતા, ભયંકર આકૃતિ ધારક પિશાચને વિકુળં. તેઓ તેમના વિકરાળ મુખેથી જ્વાળાઓ ફેંકતા હતા. તેનાથી તમારા મિત્ર ડર્યા નહીં. પછી તે યક્ષે નાગપાશથી બાંધ્યા. તેને તમારા મિત્રએ જીર્ણ રજૂની માફક તોડી નાંખ્યા. ત્યારે તે યક્ષ તમારા મિત્રને પોતાના હાથ વડે જોર-જોરથી મારવા લાગ્યો. ત્યારે કુમારે વજ જેવી મુષ્ટિ વડે તેના પર પ્રહાર કર્યો ત્યારે યક્ષે આર્યપુત્રને લોઢાના મુદગરથી પ્રહાર કર્યો. તે દુર્જન તેના અકૃત્યથી અટક્યો નહીં. ત્યારે તમારા મિત્રે ચંદનના વૃક્ષને ઉખેડીને તે યક્ષને માર્યુ.
ત્યારે તે યક્ષે પર્વતને ઊંચકીને તમારા મિત્ર પર ફેંક્યો. તેના વડે તે ક્ષણવાર નિશ્ચેતન થઈ ગયા. સંજ્ઞા પ્રાપ્ત થતા તમારા મિત્રે પર્વતને ખસેડી દીધો. પછી આર્યપુત્ર બાહુ વડે યુદ્ધ કરવા લાગ્યા. તેણે ભુજાદંડના પ્રહારથી તે યક્ષના ટુકડે ટુકડા કરી નાખ્યા. પણ તે યક્ષનું અમરપણાને લીધે મૃત્યુ ન થયું. પણ તે અસિતાક્ષ યક્ષ ચીસો પાડતો નાસી ગયો. તે વખતે રણ કૌતુકને જોનારી દેવી અને વિદ્યાધરીએ તમારા મિત્ર પર પુષ્પ વૃષ્ટિ કરી, પછી અપરાકાળે તમારા મિત્ર નંદનવનમાં ગયા. ત્યાં શક્રની મહિષા જેવી આઠ સુંદર ખેચરકન્યાએ તેમને જોયા. તે સર્વે કટાક્ષદક્ષ નયનો વડે આર્યપુત્રને જોવા લાગી. તેમના ભાવોને જાણવા (સનસ્કુમારે) તેઓને આ પ્રમાણે કહ્યું
નયનને આનંદ આપનારી એવી તમે કોની પુત્રીઓ છો ? કયા હેતુથી તમે આ વનને અલંકૃત્ કરેલ છે ? તેમણે કહ્યું, અમે ભાનવેગ વિદ્યાધરની પુત્રીઓ છીએ. અહીંથી નજીક અમારા પિતાની નગરી છે. તમારા મિત્રને કહ્યું કે, તમે ત્યાં વિશ્રામ કરવા પધારી તેને અલંકૃત કરો. તેથી તમારા મિત્ર તે નગરીમાં આવ્યા. સંધ્યાકાળે સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં નિમગ્ન થતો હતો. તે વખતે તમારા મિત્રને જોઈ ભાનુવેગ હર્ષિત થયો. તેમણે ઊભા થઈ વિનયપૂર્વક કહ્યું કે, હે મહાભાગ ! મારી આ આઠ કન્યાઓને ગ્રહણ કરો. કેમકે અર્ચિમાલી મુનિએ કહ્યું હતું કે, જે અસિતાક્ષ યક્ષને જીતી જશે તે આ કન્યાના પતિ થશે. તેથી હું પ્રાર્થના કરું છું કે, તમે આ કન્યાઓનું પાણિગ્રહણ કરો. તેથી તમારા મિત્ર એ આઠે કન્યા સાથે પરણ્યા. તેઓની સાથે કંકણબદ્ધ રત્નના પલંગ પર નિદ્રાસુખ અનુભવવા લાગ્યા.
તેવામાં પે'લા અસિતાક્ષ ચલે આવીને ક્ષણવારમાં તેને ઉપાડીને બીજા સ્થાને ફેંકી દીધા. જાગૃત થઈને પોતાને અરણ્યમાં એકાકી જોયા. ત્યારે તે આર્યપુત્ર (સનસ્કુમાર) અટવીમાં પહેલાની જેમ એકાકી ભમવા લાગ્યા. ત્યારે ભૂમિ પર સાત માળનો ઊંચો એવો એક પ્રાસાદ તેમના જોવામાં આવ્યો. આ પણ કોઈની માયા જ લાગે છે તેમ વિચારી તેઓ તે પ્રાસાદ પાસે આવ્યા. ત્યાં તેમને કોઈ સ્ત્રીના રૂદનનો અવાજ આવ્યો. ત્યારે તે પ્રાસાદમાં જઈને સાતમે માળે ગયા, ત્યાં એક દિવ્ય કન્યાને જોઈ, તેણી ગદ્ગદ કંઠે બોલી રહી હતી, ત્રણ જગના લોકોમાં ઉત્કૃષ્ટ ! કુરુવંશરૂપી આકાશમાં સૂર્ય સમાન ! સનસ્કુમાર ! જન્માંતરે પણ મારા પતિ થજો. તે સાંભળી તે આર્યપુત્ર ! “આ કોણ છે ?" તેમ વિચારતા તેઓ બોલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org