________________
કૃષ્ણ બલભદ્ર
૧૬૯
વીરક શાળવી ઘણો પરાક્રમી છે. તે ખરેખર ક્ષત્રિય છે કેમકે તેણે ભૂમિ શસ્ત્રથી બદરીના વૃક્ષ પર રહેલ રાતી ફણાવાળા નાગને મારી નાખ્યો હતો. ચક્રથી ખોદાયેલી અને કલુષજળને વહન કરનારી ગંગાનદીને પોતાના વામ ચરણથી રોકી રાખી હતી અને ઘટનગરમાં રહેનારી ઘોષ કરતી મોટી સેનાને વામ કર વડે પૂરી રાખી હતી. ખરેખર ! તે મારો જમાઈ થવાને યોગ્ય છે, એમ કહીને જેણે ‘‘દાસી થવું છે'' તેમ કહેલું તે કન્યાને હે વીરક ! તું ગ્રહણ કર. પછી કૃષ્ણે ખાનગીમાં તેને કહ્યું કે, તારે કન્યાને દાસીની જેમ રાખવી અને ઘરનું બધું કામ કરાવવું. કામ ન કરે તો મારવી. તે કન્યા રડતી–ડતી કૃષ્ણ વાસુદેવ પાસે પહોંચી. ત્યારે કૃષ્ણે કહ્યું કે, હે પુત્રી ! તેં સ્વામીપણું છોડીને દાસીપણું માંગ્યુ તો હવે હું શું કરું ? ત્યારે કન્યાના અતિ આગ્રહ થકી વીરકને સમજાવીને તે કન્યાને દીક્ષા અપાવી.
૦ કૃષ્ણ વાસુદેવે કરેલ દીક્ષા મહોત્સવો :–
કૃષ્ણે તેની પદ્માવતી આદિ આઠ પટ્ટરાણીનો દીક્ષા મહોત્સવ કર્યો. - કૃષ્ણે થાવચ્ચાપુત્રનો દીક્ષા મહોત્સવ કર્યો.
કૃષ્ણે ગજસુકુમારનો દીક્ષા મહોત્સવ કર્યો.
7
- કૃષ્ણના રાજ્યશાસનમાં જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિપેણ, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, સત્યનેમિ, દૃઢનેમિ, નિષધ, ઢઢણ આદિ અનેક કુમારોએ, મૂલશ્રી—મૂલદત્તા આદિ પુત્રવધૂઓએ એવા અનેક જીવોએ દીક્ષા ગ્રહણ કરી.
(આ સર્વે કથાનકો તે—તે પાત્રની શ્રમણ—શ્રમણી કથાથી જાણવા પણ તેમાં થાવચ્ચાપુત્ર અને ગજસુકુમારનો દીક્ષા પ્રસંગ ખૂબ જ સુંદર રીતે અને વિસ્તારથી વર્ણવાયેલ છે. જે તેમના કથાનકોથી જાણવો.) ૦ કૃષ્ણ સાથે સંબંધિત વિશિષ્ટ પાત્રો :
- કૃષ્ણનો માતા દેવકી સાથેનો વિશિષ્ટ પ્રસંગ નોંધાયેલ છે. જેમાં દેવકી માતાની પુત્ર પ્રાપ્તિની ઇચ્છાર્થે કૃષ્ણ વાસુદેવ અટ્ઠમ તપ આરાધના કરી માતાની મનોકામના પૂર્ણ ફરી. આ વાત દેવકીના કથાનકમાં જોવી.
-- કૃષ્ણનો ગજસુકુમાર સાથેનો વિશિષ્ટ પ્રસંગ છે. જેમાં તેમણે ગજસુકુમાર માટે સોમા કન્યાની માંગણી કરી, વિરક્ત ગજસુકુમારનો દીક્ષા મહોત્સવ કર્યો. તેમને જોઈને સોમીલ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. આ વૃતાંત ગજસુકુમાર કથાથી જાણવો.
- કૃષ્ણ અને પાંડવો દ્રૌપદીનો સ્વયંવર, પાંડવો સાથે તેણીના લગ્ન, દ્રૌપદીનું અપહરણ, કુંતીના કહેવાથી દ્રૌપદીને છોડાવવા કૃષ્ણનું અપરકંકા ગમન, યુદ્ધ, દ્રૌપદીને છોડાવવી, ગંગા નદી તરીને પાર કરવી ઇત્યાદિ વૃત્તાંત દ્રૌપદીના કથાનકથી જાણવો.
કૃષ્ણ અને વૈપાયનઋષિ દ્વૈપાયન દ્વારા દ્વારિકા વિનાશનું નિયાણું કરવું, કૃષ્ણ દ્વારા ક્ષમાયાચના, કૃષ્ણ અને રામને દ્વારિકા વિનાશ અવસરે જીવતા જવા દેવાની દ્વૈપાયનની કબૂલાત.
-
કૃષ્ણના પુત્ર શાંબ, પ્રદ્યુમ્ન તથા ઢંઢણની વિશિષ્ટ કથા.
– કૃષ્ણ વાસુદેવના ભાઈ રામ બલદેવ, જેમણે કૃષ્ણના મૃત્યુ બાદ દીક્ષા લીધી, કૃષ્ણને નારકીમાં દુઃખમાંથી બચાવવા ગયા. જે બલદેવ ભાવિ ચોવીસીમાં તીર્થંકર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org