________________
ચક્રવર્તી – મહાપદ્મ કથા
૧૧૩
નામે ખ્યાતિ પામ્યા. સંઘનું કાર્ય કરીને વિષ્ણુમુનિ શાંત થયા. આલોચના, પ્રતિક્રમણ કરી, ચીરકાળ તપશ્ચર્યા કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, કાળક્રમે મોક્ષે ગયા. મહાપદ્મચક્રી પણ દીર્ધકાળ સુધી રાજ્ય ભોગવી, રાજ્યનો ત્યાગ કરી, સદ્ગુરુ પાસે દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી, મોક્ષે પધાર્યા.
મહાપદ્મ રાજર્ષિએ દશ હજાર વર્ષનો સંયમ પર્યાય પાળી ઉગ્ર વ્રતપાલન કરી. કુલ ૩૦,૦૦૦ વર્ષનું આયું પાળ્યું.જેમાં ૫૦૦ વર્ષ કુમારાવસ્થામાં, ૫૦૦ વર્ષ માંડલીક રૂપે, ૩૦૦ વર્ષ દિગ્વીજયમાં, ૧૮,૭૦૦ વર્ષ ચક્રવતીપણે એમ ૨૦,૦૦૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી, અંતે મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :ઠL ૯૦૭;
સમ. ૩૧૪, ૩૧૫, ૩૧૮, ૩૨૦; આવ.નિ ૩૯૧, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી ૩૯૮, ૪૦૦, ૪૦૧, ૪૧૮, ૪ર૧; આવ યૂ.૧– ૨૧૫, ૨૨૦ થી ૨૨૮;
ઉત્ત. ૬૦૦ + ; ઉત્ત.ભાવ.વૃ૫ ૩૬૮ થી ૩૭૪;
તિલ્યો. ૩૦૩;
– ૮ – ૮ – (૧૦) હરિષણ ચક્રવર્તી કથાનક - –૦- સામાન્ય પરીચય :
જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં દશમા ચક્રવર્તી હરિષણ થયા. તેમની જન્મનગરી કંપિલ હતી. પિતાનું નામ મહાહરિ અને માતાનું નામ મેરા હતું. કાશ્યપગોત્રિય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સમાન હતો. તેમની ઊંચાઈ પંદર ધનુષ્પ હતી. તેઓ છ ખંડરૂપ ભરતના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્યપત્ની (સ્ત્રીરત્ન)નું નામ “દેવી" હતું. તેઓએ ૧૦,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં ૩૫૦ વર્ષનો શ્રમણપર્યાય હતો. અંતે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તેઓ ભ૦નમિનાથના શાસનમાં થયેલા. -૦- કથાનક :
આ જ ભરતક્ષેત્રમાં કાંપીલ્ય નામે નગર હતું, ત્યાં મહાહરિ નામે રાજા હતો. તેની મેરા નામની પ્રિયા (રાણી) હતી. તેને હરિષેણ નામે વિશ્વને આનંદ આપનારો પુત્ર થયો. તે વખતે મેરા માતાએ ચૌદ મહાસ્વપ્નોને જોયેલા. ચંદ્રના કળા–કલાપની જેમ વૃદ્ધિ પામતો તે મોટો થયો. પંદર ધનુષની ઊંચાઈવાળા કાયા થઈ. યૌવન વયને પ્રાપ્ત કરી. પિતાનું રાજ્ય પામીને તેનું પાલન કરવા લાગ્યો. કોઈ વખતે ચક્ર આદિ ચૌદ રત્નો ઉત્પન્ન થયા. ત્યાર પછી છ ખંડ ભરતક્ષેત્રને સાધ્યો-દિગ્વિજય કર્યો. ચક્રવર્તીપણું પામીને તેનો અભિષેક કરાયો. દીર્ધકાળ સુધી ભોગ ભોગવ્યા.
કોઈ વખતે લઘુકર્મીપણાથી તે ભગવાસથી વિરક્ત થયા. તેને મનમાં વિચાર આવ્યો કે, પૂર્વના કોઈ પુણ્યથી મને આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે. પુણ્ય પ્રાપ્તિ માટે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ અંતે તો તેનો નાશ જ થવાનો છે. એ પ્રમાણે વિચારી પોતાના પુત્રને રાજ્ય સોંપી તે હરિષણ ચક્રવર્તીએ ૧૦૦૦ રાજાઓ સાથે દિક્ષા ગ્રહણ
Jain
for International
For Private & Personal Use Only
www.jainelibrary.org