________________
૧૫૮
આગમ કથાનુયોગ-૨
ન જાણે તેમ નગરીના દ્વાર ઉઘાડી દીધા. પછી વસુદેવ નંદના ઘેર પહોંચ્યા. નંદની સ્ત્રી યશોદાએ તે કાળે એક પુત્રીને જન્મ આપ્યો હતો. વસુદેવે તેને પુત્ર સોંપી, પુત્રી લીધી. દેવકીની પાસે જઈને તેને પુત્રને સ્થાને મૂકી દીધી. ત્યાર પછી કંસના ચોકીદારો જાગી ગયા. શું જમ્યુ? એમ પૂછતાં અંદર આવ્યા. ત્યાં પુત્રી જોવામાં આવી. તેઓ પુત્રીને કંસ પાસે લઈ ગયા. કંસને થયું કે, આ તો સ્ત્રી માત્ર છે. મુનિનું વચન મિથ્યા થયું લાગે છે. તેથી તે પુત્રીની એક બાજુની નાસિકા છેદીને દેવકીને પાછી સોંપી દીધી. ૦ કૃષ્ણનું બાળપણ અને વૃદ્ધિ :
દેવતા દ્વારા રક્ષા કરાતો તે વસુદેવ-દેવકીનો પુત્ર કૃષ્ણ નંદને ઘેર મોટો થવા લાગ્યો. દેવકીને પુત્રનું મુખ જોવાની ઇચ્છા થઈ એટલે ગોપૂજાના બહાને તેણી ગોકુળમાં આવી. ત્યાં હૃદયમાં શ્રીવત્સના લાંછનવાળો, નીલકમલ જેવી કાંતિવાળો, પ્રફૂલ્લિત કમળ જેવા નેત્રવાળો, કર–ચરણાદિમાં ચક્રાદિ ૧૦૮ ઉત્તમ લક્ષણોને ધારણ કરતો પુત્ર યશોદાના ખોળામાં રમતો જોયો.
કોઈ વખતે શકુનિ અને પૂતના વિદ્યાધરી ગોકુળમાં આવી. વસુદેવ સાથે વૈર લેવા માટે તેણે કૃષ્ણને મારવાનું નક્કી કર્યું હતું. એકલા કૃષ્ણને જોઈને શકુનિ વિદ્યાધરીએ ગાડા ઉપર બેસી, નીચે રહેલા કૃષ્ણને દબાવ્યા. પૂતનાએ વિષથી લિપ્ત પોતાનું સ્તન કૃષ્ણના મુખમાં આપ્યું. તે વખતે કૃષ્ણના સાંનિધ્યમાં રહેલા દેવતાઓએ ગાડાં વડે જ તે બંનેને પ્રહાર કરીને મારી નાંખ્યા. કૃષ્ણના મુખમાંથી વિષને સંહરી લીધું. જ્યારે નંદ અને યશોદાએ તે જાણ્યું ત્યારે આક્રંદ કરવા લાગ્યા. ત્યારે ગોવાળોએ કહ્યું કે, બાળ હોવા છતાં તમારા આ બળવાનું બાળકે ગાડું વીખી નાખ્યું છે અને તે એકલો હોવા છતાં આ બે વિદ્યાધરીને મારી નાખી છે ત્યારથી યશોદા આદરપૂર્વક નિરંતર તેને પોતાની પાસે જ રાખવા લાગ્યા. તો પણ ઉત્સાહી કૃષ્ણ કપટ કરીને આમતેમ ભાગી જતા હતા.
કોઈ વખત એક દોરડી કૃષ્ણના ઉદર સાથે બાંધી. બીજો છેડો ખાંડણીઆ સાથે બાંધી, બીતા બીતા યશોદા પડોશીને ઘેર ગઈ. તે વખતે કોઈ વિદ્યાધર ત્યાં આવ્યો. તેણે પાસ–પાસે રહેલા બે વૃક્ષ જેવું રૂપ કર્યું. પછી કૃષ્ણને ખાંડણીઆ સહિત ચાંપી મારવા માટે તે બે વૃક્ષની વચ્ચે લાવવા પ્રયત્ન કર્યો. કૃષ્ણના રક્ષક દેવોએ તે વૃક્ષને ભાંગી નાખીને તેને અત્યંત પ્રહાર કર્યો. તેવામાં કૃષ્ણ હાથીના બચ્ચાની જેમ બંને વૃક્ષોને ભાંગી નાખ્યા છે.” એ વાત નંદ અને યશોદા સુધી પહોંચી ગઈ. તે ગોપ અને ગોપાંગનાઓને અત્યંત પ્રિય થઈ ગયા. આ વાત સમુદ્રવિજયાદિ દશાના સાંભળવામાં આવી. વસુદેવ ચિંતવવા લાગ્યા કે, મેં મારા પુત્રને ગોપવ્યો છે. છતાં તે આવા પરાક્રમોથી પ્રસિદ્ધ થઈ જશે તો કંસ તેને મારી નાંખશે. તેના રક્ષણ માટે રામ (બલભદ્ર)ને ત્યાં મોકલું. કેમકે હજી કંસ તેને ઓળખતો નથી. પછી રામને બોલાવી તેને સર્વ હકીકત સમજાવી નંદ તથા યશોદાને પુત્રપણે અર્પણ કર્યો.
રામ(બલભદ્ર) ગોકુળમાં ગયા પછી દશ ધનુ ઊંચા શરીરવાળા અને સુંદર આકૃતિવાળા તે બંને બીજા સર્વકાર્યો મૂકીને ક્રીડા કરવા લાગ્યા. રામ પાસે કૃષ્ણ ધનુર્વેદ તેમજ અન્ય સર્વે કળાઓ શીખ્યા. મિત્રવત્ પરસ્પર સ્નેહર્પક રહેવા લાગ્યા. ક્ષણમાત્ર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org