________________
આગમ કથાનુયોગ-૨
ભમતા—ભમતા વિંદ્ય અટવી પાર કરી, ગિરિકંદરાને અતિક્રમી, ઊંચા—નીચા ભૂભાગને જોતા ભયાનક માર્ગથી ત્રીજો દિવસ થયો ત્યારે ભૂખ–તરસથી પીડાવા લાગ્યા. તેનું ગળું—તાળવું આદિ સુકાવા લાગ્યા. વૃક્ષની છાયામાં મૂર્છાવશ અને ચેષ્ટારહિત થઈ બેસી ગયા. ચાર ગોવાળ પુત્રોએ તેમને જોયા. તેઓને અનુકંપા ઉત્પન્ન થઈ. ત્યાં આવીને ગોરસ મિશ્રિત જળ વડે સિંચન કર્યું–પીવડાવ્યું. થોડા આશ્વસ્ત થયા એટલે ગોકુળમાં લઈ ગયા. તેઓ પ્રતિજાગૃત થતા તેમણે કાલોચિત કૃત્ય કર્યું. પછી ચારે ગોવાળ પુત્રોએ તેમને પ્રાસુક અન્ન આદિ વડે પ્રતિલાભિત કર્યા. બાંધવની જેમ સેવા કરી. મુનિચંદ્રમુનિએ તેમના પ્રતિ ઉપકારને માટે જિનપ્રણિત ધર્મ કહ્યો. તે ગોવાળ પુત્રોએ પણ તેને ભાવપૂર્વક અંગીકાર કર્યો. સાંભળીને સમ્યકુબોધ પામ્યા. ભવથી ભય પામેલા તેઓએ દીક્ષા લીધી.
૧૧૬
તે ગોવાળપુત્રમાંના બે મુનિઓએ મળલિપ્ત શરીર જોઈને જુગુપ્સા કરી. જોકે મુનિની અનુકંપા કરવાથી, સમ્યક્ત્વ યુક્ત અનુભાવથી અને વ્રતપ્રભાવથી તે ચારે મુનિઓ દેવાયુ ઉપાર્જન કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને જેમણે જુગુપ્સા કરી ન હતી તે બે મુનિઓ કેટલાંક ભવ ભ્રમણ કરી ઇષુકાર નગરે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા જે અધિકાર ઇસુકાર રાજાની કથામાં અન્યત્ર આવે છે. તેથી તેનો ઉલ્લેખ અહીં કરેલ નથી. ૦ દશાર્ણ જનપદે દાસીપુત્ર :–
જે બે મુનિઓએ જુગુપ્સા કરી હતી તે બંને દર્શાણ જનપદમાં દશપુરનગરમાં બ્રાહ્મણ કુળમાં શાંડિલ્ય નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીથી, દાસરૂપે, યુગલપુત્રપણે જન્મ્યા. અનુક્રમે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. કોઈ વખતે તેઓ ક્ષેત્રની રક્ષા કરવાને ગયા. રાત્રે તેઓ સુઈ ગયા ત્યારે વડના કોટરમાંથી નીકળીને યમરાજના બંધુ સમાન એક કાળા સર્પે બંનેમાંથી એકને ડંશ દીધો. પછી બીજો ભાઈ તે સર્પની શોધ કરવા નીકળ્યો. તેથી જાણે પૂર્વ ભવનું વૈર હોય તેમ તે દુષ્ટ સર્પે તેને પણ ડંશ દીધો. તે બંનેને ચિકિત્સા પ્રાપ્ત ન થવાથી બંને મૃત્યુ પામ્યા.
૦ હરણરૂપે અને હંસરૂપે જન્મો :
દાસીપુત્રરૂપે મૃત્યુ પામ્યા પછી તે બંને કાલિંજર ગિરિના શિખર ઉપર એક મૃગલીના ઉદરથી બંને મૃગ- હરણરૂપે જન્મ્યા. તે બંને સ્નેહપૂર્વક ફરતા હતા. તેવામાં એક શીકારીએ એક જ બાણ વડે સમકાળે તેમને મારી નાંખ્યા. ત્યાંથી મૃત્યુ પામીને ગંગાનદીના કિનારે એક રાજહંસીના ઉદરે પૂર્વની જેમ યુગલિક રૂપે બંને હંસ થયા. બાળપણથી તેઓ પરસ્પર દૃઢ અનુરાગ વડે સાથે જ ભ્રમણ કરવા લાગ્યા. કોઈ વખતે કોઈ પારધીએ જાળ બિછાવી તેમને બંનેને પકડી લીધા. પછી તેમની ડોક ભાંગી નાખી. ખરેખર ધર્મની નિંદાનું ફળ વિષની વેલડી જેવું છે. ૦ કાશીદેશમાં ચાંડાલરૂપે જન્મ :
હંસના ભવથી મૃત્યુ પામીને તે બંને કાશીદેશની વારાણસી નગરીમાં ભૂતદત્ત નામના સમૃદ્ધિમાન્ ચંડાળને ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેમના નામ ચિત્ર અને સંભૂત રખાયા. તે સમયે તે વારાણસી નગરીમાં શંખ નામનો રાજા હતા. તેનો નમુચી નામે પ્રધાન હતો. એક વખતે તે નમુચી પ્રધાન મોટા અપરાધમાં આવ્યો. તેણે રાજાના અંતઃપુરને
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only