________________
ચક્રવર્તી – સુભમ કથા
૧૦૫
ત્યારે જમદગ્નિએ તેની સાથે વિધિવત્ વિવાહ કર્યા. ઋતુકાળ પ્રાપ્ત થતા મુનિએ રેણુકાને કહ્યું કે, તારે માટે એવો ચરૂ સાધીશ જેનાથી તને બ્રાહ્મણોમાં અગ્રેસર એવો પુત્ર પ્રાપ્ત થશે. ત્યારે રેણુકાએ કહ્યું કે, હસ્તિનાપુરમાં અનંતવીર્યની રાજાની જે પત્ની છે તે મારી બેન છે. તેથી તેના માટે પણ એક ક્ષત્રિય–ચરૂ સાર્ધા. તેથી જમદગ્નિએ બંને માટે એકએક ચરૂ સાધ્યો.
રેણુકાએ વિચાર કર્યો કે, હું તો અરણ્યની મૃગલી જેવી છું, તો મારો પુત્ર પણ તેવો ન થાઓ. એમ વિચારી તેણીએ ક્ષત્રિય ચરૂનું ભક્ષણ કર્યું અને બ્રાહ્મણચરૂ તેણીની બેનને આપ્યો. તે બંનેને એક–એક પુત્ર થયો. જમદગ્નિ અને રેણુકાના પુત્રનું નામ “રામ” રાખ્યું અને અનંતવીર્યનો પુત્ર કૃતવીર્ય થયો. એક દિવસ કોઈ વિદ્યાધર આવ્યો. તે રોગને કારણે આકાશગામીનિ વિદ્યા ભૂલી ગયો. રેણુકાપુત્ર રામે તેની સેવા કરી. તેથી પ્રસન્ન થઈને તેણે રામને પરશુવિદ્યા આપી. શરવનમાં જઈને તેણે તે વિદ્યા સાધી. કોઈ કહે છે કે, જમદગ્રિની પરંપરાથી રામને તે પરશુવિદ્યા પ્રાપ્ત થઈ. (ત્યારથી તે પરશુરામ નામે પ્રસિદ્ધ થયા).
કોઈ વખતે રેણુકા તેની બેનના ઘેર ગઈ. તેણીને રાજા અનંતવીર્ય સાથે પ્રેમ થતા નિરંતર રતિક્રીડા મગ્ન બની. તેનાથી રેણુકાને એક પુત્ર થયો. જમદગ્નિ તે પુત્ર સાથે રેણુકાને પોતાને ત્યાં પાછી લાવ્યા. પરશુરામને બધી વાત જાણી ક્રોધ ચડ્યો. તેથી તેણે પોતાની માતાને પુત્ર સહિત મારી નાંખી. રેણુકાની બેને આ વાત જાણી તેણે અનંતવીર્ય રાજાને કહ્યું. તેથી રાજાએ આવીને જમદગ્રિના આશ્રમનો વિનાશ કર્યો અને બધી ગાયોને લઈને ભાગી ગયો. આ વાત પરશુરામને જણાવી એટલે રામે પોતાની પરશ વડે અનંતવીર્યને મારી નાખ્યો. પછી તેનો પુત્ર કૃતવીર્ય રાજા બન્યો. તેની પત્ની “તારા' રાણી બની. કોઈ વખતે માતાના મુખેથી કૃતવીર્યે પોતાના પિતાના મરણનો વૃત્તાંત જાણ્યો. તેણે આવીને જમદગ્નિ તાપસને મારી નાંખ્યા.
આ વાત જ્યારે પરશુરામે જાણી, ત્યારે તે શીધ્ર હસ્તિનાપુર પહોંચ્યો. તેની જ્વલંત પરશુ વડે તેણે કૃતવીર્યને મારી નાંખ્યો. તેના રાજ્ય પર પરશુરામ રાજા થઈને બેસી ગયો. તે વખતે કૃતવીર્યની પત્ની તારા ગર્ભવતી હતી. તેથી તે ભ્રાન્ત થઈ ત્યાંથી પલાયન થઈ ગઈ અને તાપસના આશ્રમમાં નાસી આવી. તેણે એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુભૂમ રખાયું. હવે રામની પરસુ જ્યાં જ્યાં ક્ષત્રિયને જોતી ત્યાં ત્યાં પ્રજ્વલિત થઈ જતી. એક વખત પરશુરામ તાપસના આશ્રમ પાસેથી પસાર થતો હતો. ત્યાં તેની પરશુ પ્રજ્વલિત થઈ. પરશુરામે પૂછ્યું કે, અહીં કોઈ ક્ષત્રિય છે ? તાપસોએ કહ્યું કે, અમે જ ક્ષત્રિય છીએ. પછી પરશુરામે સાત વખત પૃથ્વીને નક્ષત્રિયા કરી અને હણેલા ક્ષત્રિયોની દાઢોથી એક થાળ ભરી દીધો.
તે સુભૂમ મોટો થતા તેને વિદ્યાધરે ગ્રહણ કર્યો. એક વખતે રામે કોઈ નિમિત્તયાને પૂછયું કે, મારો વધ કોનાથી થશે? તે નિમિત્તકે કહ્યું કે, જે પુરુષ સિંહાસન પર બેસીને ખીરરૂપ બની ગયેલી આ દાઢોનું ભક્ષણ કરશે તેનાથી તમારો વધ થશે. તે સાંભળી પરશુરામે ત્યાં એક અવારિત દાનશાળા કરાવી, ત્યાં આગળ એક સિંહાસન મૂકાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org