________________
૯૦
આગમ કથાનુયોગ-૨
પછી તે ચક્રી નગરજન અમાત્ય આદિની સાથે અષ્ટાપદે આવ્યા. ગ્રામજનોએ આવીને તેમને વિનંતી કરી કે, તમારા પુત્રોએ વહાવેલી ગંગા અનેક ગામોને પ્લાવિત કરી રહી છે તેનું નિવારણ કરો.
સગરરાજાએ પોતાના પૌત્ર ભગીરથને તે કાર્ય માટે આજ્ઞા કરી. ગંગાનદીને પૂર્વ સાગરમાં ભેળવી દો. તેણે અઠમ તપ કરી જ્વલનપ્રભ દેવની આરાધના કરી. નાગેન્દ્ર એ દર્શન આપતા, લોકોને ગંગાના પાણીના ઉપદ્રવથી મુક્ત કરવા કહ્યું. પ્રસન્ન થયેલા નાગેન્દ્રએ કહ્યું. તમે નિર્વિદનતાથી તમારું ઇચ્છિત કાર્ય કરો. તમને નાગકુમારો તરફથી કોઈ ઉપદ્રવનો ભય રાખશો નહીં. પછી નાગેન્દ્ર સ્વસ્થાનકે પાછા ગયા. ભગીરથે અઠમ તપનું પારણું કર્યું. દંડવત્નને ગ્રહણ કરી, કર્ષણ કરી તે ગંગાને પૂર્વ સમુદ્રમાં ભેળવી દીધી. ત્યાં ગંગાસાગર નામે તીર્થ થયું. ત્યાર પછી ભગીરથે વિધિવત્ નાગની પૂજા કરી. અયોધ્યા જઈને સગર ચક્રીને તે વાત જણાવી સંતુષ્ટ કર્યા.
ત્યારપછી સગરચક્રીએ ભગીરથને રાજ્ય સોંપી પોતે અજિતનાથ ભગવંત પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. સત્યપ્રતિજ્ઞ એવા સગરરાજર્ષિએ સારી રીતે દુષ્કર તપોનું સેવન કર્યું. કાળક્રમે તેમણે અજ્ઞાનનો ધ્વંસ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. બોંતેર લાખ વર્ષનું આયુ પરિપૂર્ણ કરી સગરચક્રી મોક્ષે ગયા.
આ રીતે નરપતિ સગરચક્રવર્તી સાગરપર્યત ભરતવર્ષક્ષેત્ર અને પૂર્ણ ઐશ્વર્યને છોડીને સંયમની સાધના કરીને પરિનિર્વાણ પામ્યા.
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દશ મુખ્ય રાજધાની હતી. તેમાં દશ ચક્રવર્તીઓ થયા કે જેમણે દીક્ષા લીધેલી. તેમાંના એક સગરચક્રવર્તી વિનીતા અપરામ અયોધ્યામાં થયા.
આગમ સંદર્ભ :– ઠા. ૯૦૫ થી ૯૦૭ + વૃ.
સમ. ૭૧, ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; આવનિ. ૩૭૪, ૩૯૧, ૩૯૨, ૩૯૪, ૩૯૫, ૩૯૭ થી ૩૯૯, ૪૦૧, ૪૧૬; આવ રૃ. ૧-પૃ. ૨૧૪, ૧૫, ૨૨૦, ૨૨૮; આવ.નિ. ૪૧૬, ૪૧૯, ૪ર૧, ૪૩૫ની વૃ. આવ.મ.ગ્રં.પૃ. ૨૩૭ થી..
ઉત્ત. ૧૯૪; ઉત્ત.ભાવ. પૃ. ૩૩૭-૩૪૦; તિલ્યો. ૪૬૫, ૫૫૯;
(૩) મધવ ચક્રવર્તી કથાનક :–૦- સામાન્ય પરીચય :
જંબૂલીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં મઘવ નામે ત્રીજા ચક્રવર્તી થયા. તેમનો જન્મ શ્રાવસ્તીનગરીમાં પિતા સમુદ્રવિજયના પત્ની ભદ્રામાતાની કુક્ષિમાં થયો. તેઓ કાશ્યપ ગોત્રના હતા. તેમનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સમાન હતો. ઊંચાઈ સાડા બેતાલીશ ધનુષ હતી. તેઓ છ ખંડરૂપ ભરતના, ચૌદરત્નના અને નવનિધિના સ્વામી હતા. સુનંદા તેમની મુખ્ય રાણી (સ્ત્રીરત્ન) હતી. પાંચ લાખ વર્ષનું પૂર્ણ ભોગવ્યું. અંતે દીક્ષા લઈ મૃત્યુ બાદ તેઓ સનંકુમાર દેવલોકમાં ગયા. તેઓ ભગવંત ધર્મ અને ભગવંત શાંતિના શાસનના વચ્ચેના અંતરમાં થયેલા. તેને “મઘવા” નામે પણ ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org