________________
ચક્રવર્તી – ભરત કથા
૭૧
વર્ણન પૂર્વવત્ જાણવું – યાવતું – નિર્દોષ નાદ દ્વારા આકાશમંડલને ગંજાવતો વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચ થઈને જ્યાં પોતાનું ઘર-આવાસ હતો, જ્યાં ઉત્તમ વિશાળ ઊંચા ભવનનું પ્રવેશદ્વાર હતું તે તરફ ગમન કર્યું.
- જ્યારે તે ભરતરાજા વિનીતા રાજધાનીના મધ્યાતિમધ્યમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે કેટલાંક દેવો વિનીતા રાજધાનીને અંદર–બહાર પાણીથી સીંચી રહ્યા હતા, સાફ કરી રહ્યા હતા, ઉપલિપ્ત કરી રહ્યા હતા. કેટલાંક દેવો માર્ગમાં મંચ બનાવી રહ્યા હતા. આ પ્રમાણે શેષ વર્ણન “વિજયદેવ" અધિકાર અનુસાર સમજવું. (જેમકે) કેટલાંક દેવો અનેક પ્રકારની રંગબેરંગી કપડાંની ધ્વજા પતાકાઓને આકાશમાં ફરકાવીને નગરીની ભૂમિને શોભિત કરી રહ્યા હતા. કેટલાંક દેવો ચંદરવો બાંધીને સજાવટ કરી રહ્યા હતા. કેટલાંક દેવ ગંધવર્તિકા સમાન નગરને સુગંધમય કરી રહ્યા હતા. કેટલાંક દેવો ચાંદીની, કેટલાંક સુવર્ણની, રત્નની, વૈડૂર્યની, મણિની, હીરાની આભૂષણોની વર્ષા કરી રહ્યા હતા.
જ્યારે તે ભરતરાજા વિનીતા રાજધાનીના મધ્યાતિમધ્યમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે શૃંગાટકો – યાવત્ – મોટા મોટા રાજમાર્ગોમાં ઘણાં ધનાર્થી, કામાર્થી, ભોગાર્થી, લાભાર્થી, ઋદ્ધિના અભિલાષી, કિલ્બિષિક, કારોટિક, કારવાહિક, શાંખિક, ચક્રધારી, હળધારી, મુખમાંગલિક, પૂસમાણવક, વર્તમાનક, લખ–પંખ આદિ લોક, પોતપોતાની ઉદાર, ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, શિવ, ધન્ય, મંગલ, શોભાયુક્ત હૃદયને આનંદ દેનારી વાણી દ્વારા નિરંતર અભિનંદન કરતા સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા
જનજનને માટે આનંદ દેનારા રાજન્ ! આપનો જપ થાઓ. આપનો વિજય થાઓ. જન-જનને માટે કલ્યાણ સ્વરૂપ રાજન્ ! આપ સદા જયશીલ થાઓ. આપનું કલ્યાણ થાઓ, જેને નથી જીત્યુ તેના પર આપ વિજય પ્રાપ્ત કરો. જેને જીતી લીધું છે તેનું પાલન કરો, તેની વચ્ચે નિવાસ કરો. દેવોમાં ઇન્દ્ર, તારામાં ચંદ્ર, અસુરોમાં ચમરેન્દ્ર તથા નાગકુમારોમાં ધરણેન્દ્ર માફક લાખો પૂર્વ, કરોડો પૂર્વ, કોડાકોડી પૂર્વ પર્યન્ત વિનીતા રાજધાનીનું અને લઘુ હિમવંત પર્વત તથા સમુદ્રપર્યત સીમાવાળા સંપૂર્ણ ભરતક્ષેત્રનું તેના ગામ, આકર, નગર, ખેડા, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ, સન્નિવેશોનું સમ્યક્ પ્રકારે શાસન દ્વારા પ્રજાનું પાલન કરીને સારી રીતે યશ પ્રાપ્ત કરો – યાવત્ – સમસ્ત ભરતક્ષેત્રનું આધિપત્ય, પૌરોહિત્વ, સ્વામિત્વ ભોગવો – યાવત્ – આનંદપૂર્વક વિચારો. આ પ્રમાણે બોલતા–બોલતા ભરતરાજાનો જયજયકાર કરે છે. ૦ ભરત દ્વારા દેવાદિ સત્કાર અને વિદાય :
ત્યારપછી તે ભરતરાજા હજારો નેત્રો દ્વારા જોવાતો-જોવાતો, હજારો મુખો દ્વારા સ્તવાતો–સ્તવાતો, હજારો હદયો દ્વારા અભિનંદાતો–અભિનંદાતો, હજારો મનોરથો દ્વારા સ્પર્શીતા-સ્પર્શાતો, કાંતિરૂપ અને સૌભાગ્ય ગુણો દ્વારા દેખાડાતો–દેખાડાતો, હજારો અંગુલિયો દ્વારા નિર્દેશાતો-નિર્દેશાતો, હજારો નર-નારીઓની અંજલીઓને પોતાના જમણા હાથ વડે સ્વીકારતો-સ્વીકારતો તેમજ હજારો ભવનોની પંક્તિઓને પાર કરતો
– તંત્રી, તાલ, ત્રુટિત, ગીત આદિ વાદ્યોના મધુર, મનોહર, મંજુલ ઘોષો દ્વારા આદર, સન્માન પ્રાપ્ત કરતો-કરતો જ્યાં તેનું ઘર–આવાસ હતો. જ્યાં તેનું ઉત્તમ ભવનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org