________________
ચક્રવર્તી
કરાવેલ હોવાથી મનોહર લાગતું હતું. તેની ફરતા વજ્રાદિ રત્નોના બનેલા સ્તંભો ગોઠવેલા હતા. ધ્વજાની ઘુંઘરીઓનો અવાજ વિદ્યાધરોની સ્ત્રીઓની કટિમેખલાના ધ્વનિને અનુસરતો હતો. હજારો કિરણોથી લિપ્ત હોય તેવું શોભતું હતું. ચક્ષુને આનંદકારી, સુખદ્ સ્પર્શવાળું, શ્રી—શોભા સંપન્ન, કંચન, મણિ, રયણના સ્તૂપોથી યુક્ત, વિવિધ પ્રકારી પંચવર્ષીય ઘંટા, પતાકાથી પરિમંડિત શિખરોવાળું, ગોશીર્ષ ચંદનના રસમય તિલકોથી લાંછિત કરાયેલું હતું.
-
ભરત કથા
વળી તેના ચણતરના સાંધા એવી રીતે મેળવેલા હતા કે, તે અષ્ટાપદ ચૈત્ય એક પાષાણમાંથી બનાવેલું હોય તેમ લાગતું હતું. તે ચૈત્યના નિતંબ ભાગ ઉપર મનોહર એવી માણેકની પૂતળીઓ ગોઠવી હતી. તેના દ્વારની બંને તરફ ચંદન રસથી લીંપેલા બે કુંભો હતા. ધૂપિત કરીને તિર્કી બાંધેલી લટકતી માળાઓથી તે રમણીય લાગતું હતું. તેના તળીયા પંચવર્તી પુષ્પોથી શોભતા હતા. કાલગરુ, ઉત્તમ કુંદરુક્ક, તુરુષ્કની ધૂપથી તે સદા મઘમઘતું હતું. ઉત્તમ સુગંધની ગંધથી તે ગંધવાટિકા રૂપ જણાતું હતું. તેની આગળ, બે બાજુએ અને પાછળ સુંદર ચૈત્યવૃક્ષો તથા માણિક્યની પીઠિકા રચેલી હતી. એવું તે ચૈત્ય સર્વરત્નમય, નિર્મલ – યાવત્ – પ્રતિરૂપ લાગતું હતું.
તે ચૈત્યમાં (ચાર શાશ્વત પ્રતિમા અને ચોવીશ તીર્થંકર પ્રતિમાઓ ઉપરાંત *નવ્વાણું ભાઈઓની તથા પોતાની પણ એક પ્રતિમા પ્રભુની સેવા કરતા હોય તેવી મુદ્રામાં સ્થાપિત કરાવી. એક તીર્થંકર ભગવંત માટે અને નવ્વાણું ભાઈઓના એવા કુલ સો સ્તૂપ કરાવ્યા. ત્યાં આવનારા ગમનાગમન વડે આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરુષોની ત્યાં સ્થાપના કરી. તેથી ત્યાં મનુષ્યો જઈ શકતા ન હતા. પછી ભરત ચક્રવર્તીએ દંડરત્ન વડે ત્યાં આખા અષ્ટાપદ પર્વતને છેદીને આઠ પગથિયા બનાવ્યા. જેમાંનું એક એક પગથિયું એક–એક યોજનનું હતું. તેને કારણે તે તીર્થનું નામ અષ્ટાપદ થયું. સાગર ચક્રવર્તીના પુત્રોએ પોતાની કીર્તિ અને સ્વવંશના અનુરાગથી દંડરત્ન વડે ફરતી ખાઈ બનાવી. ત્યાં ગંગાનદીના નીર વહેવડાવ્યા.
(* આવશ્યક ભાષ્ય-૪૫, આવશ્યક નિયુક્તિ-૪૩૫ની વૃત્તિમાં સો ભાઈઓના સ્તૂપ કરાવ્યા તેમ જણાવે છે, તીર્થંકર પ્રતિમા, પ્રાતૃશત પ્રતિમા જ્ઞાત્મપ્રતિમાં 71)
૭
આદર્શગૃહમાં ભરતને કેવળજ્ઞાન :--
ભગવંત ઋષભદેવના નિર્વાણ બાદ, જિનાલયનું નિર્માણ કરાવીને ભરત ચક્રવર્તી અયોધ્યા પાછા ફર્યા. અલ્પ શોકવાળા થયા. ફરીથી ભોગ ભોગવવામાં પ્રવૃત્ત થયા. એ પ્રમાણે તેણે બીજા પાંચ લાખ પૂર્વ ભોગ ભોગવતા અતિક્રાંત થયા. ત્યાર પછી અન્ય કોઈ દિવસે જ્યાં સ્નાનગૃહ હતું. ત્યાં ભરત જાય છે. જઈને યાવતુ ચંદ્રમા સમાન પ્રિયદર્શનવાળો એવો તે નરપતિ સર્વાલંકાર વિભૂષિત થઈને સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં આદર્શગૃહ—અરિસાભવન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને સિંહાસન છે ત્યાં આવ્યા. આવીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને તે ઉત્તમ સિંહાસન પર બેસે છે. બેસીને પોતાને જોતા–નિરીક્ષણ કરવા લાગ્યા. તે સર્વાંગ સુંદર પુરુષ લાગતા હતા.
આ પ્રમાણે નિરીક્ષણ કરતા–કરતા તેના હાથમાંની વીંટી પડી ગઈ. ત્યારે તેને
Jain Education International
૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org