________________
ચક્રવર્તી – ભરત કથા
૬૭
ભરતરાજાને જય-વિજય શબ્દોથી વધાવે છે. વધાવીને અગ્ર ઉત્તમ રત્નો સામે ધરે છે.
ત્યારપછી તે ભરતરાજા સુષેણ સેનાપતિ દ્વારા લેવાયેલ તે અગ્ર ઉત્તમ રત્નોને સ્વીકાર્યા. સ્વીકારીને સુષેણ સેનાપતિના સત્કાર, સન્માન કર્યા. સત્કાર, સન્માન કરીને તેને વિદાય આપી, ત્યારે તે સુષેણ સેનાપતિ ભરતરાજા પાસેથી નીકળ્યો ઇત્યાદિ શેષવર્ણન પૂર્વ કથનાનુસાર જાણવું – યાવત્ – આનંદોપભોગ કરે છે. ૦ ભારતનું પ્રતિગમન :
ત્યાર પછી કોઈ એક સમયે ભરતરાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને ખંડપ્રપાત ગુફાના ઉત્તર દ્વારના કમાડોને ખોલ, ખોલીને જે પ્રમાણે તિમિસ્ત્ર ગુફાના વર્ણનમાં કહ્યું હતું. તેમ અહીં પણ સમજી લેવું - યાવત્ – આ સમાચાર આપને પ્રિય થાઓ. શેષ વર્ણન પૂર્વવત્ – યાવત્ – ભરતરાજાએ ઉત્તર દ્વારેથી પ્રવેશ કર્યો. જે રીતે ચંદ્ર મેઘઘટાઓના અંધકારને દૂર કરી દે છે. એ રીતે પ્રવેશ કરીને રાજા ભરત મંડલોનું આલેખન કરી (અંધકાર દૂર કરી દે છે.).
તે ખંડપ્રપાત ગુફાની બરાબર મધ્યમાં – યાવત્ – ઉન્મગ્રકલા અને નિમગ્રજલા નામની બે નદીઓ વહેતી હતી. શેષકથન પૂર્વવત્ જાણવું. વિશેષ એટલું કે, આ બંને નદીઓ પશ્ચિમમાં આવેલા કટક પ્રદેશ વિશેષથી પ્રવાહિત થઈને પૂર્વદિશામાં ગંગાનદીમાં મળતી હતી. શેષ વર્ણન પૂર્વવત્ વિશેષ એ કે, પશ્ચિમી તટથી ગંગામહાનદી પર સંક્રમપુલ બનાવેલો પુલનું વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાર પછી ખંડપ્રપાત ગુફાના દક્ષિણી હારના કમાડ ક્રૌંચપક્ષી માફક જોરથી અવાજ કરતા સરસરાહટ સાથે પોતાના સ્થાનેથી સરકી ગયા. ત્યાર પછી ચક્રરત્ન દ્વારા નિર્દેશિત માર્ગનું અનુસરણ કરતા રાજા ભરત ઘોર અંધકારને ચીરીને આગળ વધતા ચંદ્રમાની જેમ ખંડપ્રપાત ગુફાના દક્ષિણ દ્વારથી નીકળ્યો. ૦ નવનિધિ ઉત્પત્તિ :
ત્યાર પછી તે ભરતરાજાએ ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે બાર યોજન લાંબો, નવ યોજન પહોળો – યાવત્ – વિજય રૂંધાવારનો નિવેશ કર્યો. શેષ કથન માગધદેવ પ્રમાણે જાણવું – યાવત્ – નિધિ રત્નોની આરાધના માટે અઠમ તપને ગ્રહણ કર્યો. ત્યાર પછી તે ભરતરાજા પૌષધશાળામાં – યાવત્ – નિધિરત્નોનું મનમાં ધ્યાન કરતા ત્યાં રહે છે. અઠમતપ પૂર્ણ થતા તે નવ નિધિઓ પોતાના અધિષ્ઠાતા દેવોની સાથે ત્યાં ભરતરાજા સન્મુખ ઉપસ્થિત થઈ. તે નિધિઓ અપરિમિત લાલરત્નોથી યુક્ત હતી. ધ્રુવ– અક્ષય તથા અવ્યય હતી. લોકમાં સુખશાંતિની વૃદ્ધિ કરનારી અને લોક પ્રસિદ્ધ હતી. તે આ પ્રમાણે – (નવનિધિ – નામ અને વર્ણન)
૧. નૈસર્પ, ૨. પાંડુક, ૩, પિંગલક, ૪. સર્વરત્ન, ૫. મહાપઘ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮, માણવક અને ૯. શંખ. તેનો પ્રભાવ–સામર્થ્ય આદિ આ પ્રમાણે છે –
૧. નૈસર્પનિધિ :- ગ્રામ, આકર, નગર, પટ્ટણ, દ્રોણમુખ, મંડળ, ઝંઘાવાર, દુકાન, ઘર આદિના સ્થાપનમાં આ નિધિ ઉપયોગી છે.
૨. પાંડુકનિધિ :- ગણિત વિદ્યાની ઉત્પત્તિમાં, માન, ઉન્માન અને પ્રમાણ વિદ્યાના હેતુરૂપ છે. ધાન્યોના બીજો ઉત્પન્ન કરવામાં આ નિધિ સમર્થ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org