________________
ચક્રવર્તી – ભરત કથા
૫૧
સિંધુદેવીનું ધ્યાન કરે છે.
ત્યારપછી જ્યારે ભરતરાજા દ્વારા કરાયેલ અઠમતપ પરિપૂર્ણ થયો ત્યારે સિંધુદેવીનું આસન કંપાયમાન થયું. ત્યારે તે સિંધુદેવી પોતાના આસનને કંપાયમાન થતું જુએ છે. જોઈને અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. કરીને અવધિજ્ઞાન દ્વારા તેણી ભરતરાજાને જુએ છે. જોઈને તેણીને આવા પ્રકારનો વિચાર–પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામના રાજા ચાતુરંત ચક્રવર્તી ઉત્પન્ન થયા છે. તો અતીત, વર્તમાન, અનાગતમાં થનાર સિંધુદેવીનો આ પરંપરાગત આચાર છે કે, તે ભરતરાજાનું સન્માન કરે. તો હું પણ જાઉં અને ભરતરાજાનું સન્માન કરું એમ વિચારીને રત્નોના બનેલા ૧૦૦૮ કળશ, જેના પર અનેક પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની ચિત્રકારી કરાઈ છે એવા બે ભદ્રાસન, કડા, ત્રુટિત – યાવત્ – આભરણ લઈને ઉત્કૃષ્ટ ગતિથી આવીને – થાવત્ – આ પ્રમાણે બોલી–
આપ દેવાનુપ્રિયે કેવલકલ્પ ભરત વર્ષને જીતી લીધું છે. તેથી હે દેવાનુપ્રિય ! હું પણ આપની દેશવાસિની થઈ ગઈ છું. આપ દેવાનુપ્રિયની આજ્ઞાકારિણી સેવિકા છું. તો હે દેવાનુપ્રિય ! આપ મારી આ ભેટનો સ્વીકાર કરો. રત્નો દ્વારા ચિત્રિત ૧૦૦૮ કળશ, વિવિધ મણિઓથી ખચિત સુવર્ણના કડા આદિ સ્વીકાર કરો – યાવતુ – પૂર્વોક્ત પાઠ અનુસાર સર્વ વર્ણન કરવું – યાવત્ વિદાય કરે છે. ત્યાર પછી રાજા ભરત પૌષધશાળાથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે. આવીને સ્નાન કરે છે, બલિકર્મ કરે છે. શુદ્ધ પવિત્ર મંગલકારી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરે છે. અતિ મૂલ્યવાનું પણ થોડાં આભરણોથી શરીરને અલંકૃત્ કરીને સ્નાનગૃહથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે. ભોજનમંડપમાં આવીને સુખાસને બેસે છે. અઠમતપનું પારણું કરે છે – યાવત્ – પૂર્વદિશા તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસને બેસે છે. અઢાર શ્રેણી–પ્રશ્રેણી પ્રજાજનોને બોલાવીને – યાવત્ – આઠ દિવસીય મહામહોત્સવ કરવાની આજ્ઞા આપે છે – યાવત્ – મહોત્સવ સંપન્ન થયાની સૂચના આપે છે. ૦ વૈતાઢય ગિરિમારે કરેલ સન્માન :
સિંધુદેવીના સન્માનમાં કરાયેલ આઠ દિવસીય મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્યચક્રરત્ન આયુધ ગૃહશાળામાંથી તે જ પ્રકારે નીકળ્યું – યાવત્ – ઇશાનખૂણામાં વૈતાઢય પર્વત સામે પહોંચ્યું. ત્યાર પછી તે ભરત રાજા – યાવત્ – જ્યાં વૈતાઢય પર્વત છે. જ્યાં વૈતાતત્ર્ય પર્વતનો પાછળનો ભાગ છે ત્યાં આવે છે. આવીને વૈતાઢ્ય પર્વતના દક્ષિણી નિતંબ–(પાછળના ભાગમાં) બાર યોજન લાંબા અને નવ યોજન પહોળા ઉત્તમ નગરની રચના સમાન વિજયસ્કંધાવારનો નિવેશ કરે છે અર્થાત્ પડાવ નાંખે છે. પડાવ નાંખીને – યાવત્ – વૈતાઢ્ય ગિરિકુમાર દેવની આરાધના નિમિત્તે અઠમભક્ત તપ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને પૌષધશાળામાં – યાવત્ – અઠમતપમાં વૈતાઢ્ય ગિરિકુમાર દેવનું મનમાં ધ્યાન કરે છે.
જ્યારે રાજા ભરતનો અઠ્ઠમભક્ત તપ પરિપૂર્ણ થયો ત્યારે વૈતાઢ્યગિરિકુમારનું આસન ચલાયમાન થયું. શેષ વર્ણન સિંધુદેવી સમાન જાણવું. પ્રીતિદાન, આભિષેક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org