Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
પ્રકાશકીય :
શ્રી લબ્ધિ-વિક્રમ-સુરીશ્વર સંસ્કૃતિ કેન્દ્ર તરફથી પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષથી અનેક ગ્રંથ રત્નો બહાર પડયા છે.
પ્રસ્તુત “શ્રી આચારાંગ સૂત્ર ચિતાનકા પાંચ વર્ષ પૂર્વે લખાઈ ચૂકી હતી. પણ અમારા કેન્દ્ર ઉપર અનેક વિધ જવાબદારી હતી. શ્રી તત્વાર્થસૂત્ર વિવેચન, પત્ર પાથેય, શ્રી ભક્તામર સ્તોત્ર સાર્થ, પાથેય કેઈનું શ્રેય સર્વનું, અભિનવ મહાભારત, સંતના પ૭, વિકમ ગુરુની અમર કહાની, વિકમ ભક્તિ સુધા, વિક્રમ રાજસુધા, શ્રી મુનિસુવ્રત જિન પંચકલ્યાણક પૂજા વગેરે અનેક પુસ્તક પ્રકાશન થયા.
શ્રી મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર ચિત્ર આલબમ પુસ્તક પ્રકાશનના જગતનું નવું નજરાણું હશે તે પુસ્તક પ્રકાશનની ગતિવિધિ ચાલુ છે. તે વચ્ચે અનેક શાસન પ્રભાવનામાં રત પૂ. આચાર્યદેવ રાજયસૂરીશ્વરજી મ. સા. સંસ્થા ઉપર ખૂબ ઉપકાર કરી પ્રસ્તાવના લખી આપી છે. તથા સંપાદન કાર્ય કરી આપ્યું છે. આ શુભ પ્રસંગે પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. ના દિવ્ય ચરણ કમલમાં વંદન કરીએ છીએ તથા વર્તમાન પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ. સા. ને વિનયપૂર્વક વંદન કરીએ છીએ.
અમારી સંસ્થાને પ્રકાશન કાર્યમાં પૂ. સાધ્વી
જ્યાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી ઉદાર દાનવીરને સહકાર મળે તે કારણે જ અમે શ્રી રાઠૌકાલિક સૂત્ર ચિંતિનિકા બે આવૃત્તિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકા