Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંબંધી આ ભાષા જાત નામના અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે. ભાષાજાત અધ્ય યનના ચાર અનુગ દ્વાર છે, તેમાં દ્રવ્યજાતના ઉત્પત્તિ જાત ૧, પર્યવ જાત રે, અંતરજાત ૩, અને ગ્રહણજાત ૪ ના ભેદથી ચાર ભેદ થાય છે. તેમાં દ્રવ્ય, ભાષા વર્ગણામાં આવી જવાથી કાયમથી રહીત હોય છે. અને વાગે વેગથી બહાર કહાડવાથી ભાષાપણુથી ઉત્પન્ન થાય છે. એ દ્રવ્ય જાતને ઉત્પત્તિ જાત કહે છે. અર્થાત્ ભાષાપણુથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય ઉત્પત્તિ જાત કહેવાય છે. અને જે દ્રવ્ય એ જ વાણીથી નીકળેલ ભાષા દ્રવ્યથી વિશ્રેણિસ્થ થઈને ભાષા વર્ગણની અંદર પડીને બહાર કહાડવામાં આવેલ દ્રવ્યના અથડાવાથી ભાષા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. એ દ્રવ્યને પર્યાવજાત શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. પરંતુ જે દ્રવ્ય સમણું અને વિશ્રેણીમાં રહીને ભાષાપણાથી પરિણત થઈને કર્ણ શક્લીન વિવરમાં અર્થાત્ કાનની અંદર પ્રવેશ કરીને ગૃહીત થાય છે. એ બધા દ્રવ્ય દ્રવ્યની અપેક્ષાથી અનન્ત પ્રદેશવાળા અને ક્ષેત્રની અપેક્ષાથી અસંખેય પ્રદેશમાં વ્યાપ્ત થાય છે અને કાળની અપેક્ષાથી એક, બે, ત્રણ અને ચાર વિગેરે અસંખેય અપરિગણિત સમય (ક્ષણ) માં રહેનારા હોય છે. અને ભાવની અપેક્ષાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા એ દ્રવ્યને ગ્રહણ જાત શબ્દથી વ્યવહાર કરાય છે. અને જે ક્ષેત્રમાં ભાષા શત વર્ણિત થાય છે, અને જેટલા ક્ષેત્રને પર્શ કરે છે. એ ભાષાજાતને ક્ષેત્રજાત કહે છે. આ પ્રમાણે જે કાળમાં ભાષા જાત વર્ણિત થાય છે. એ ભાષાજાતને કાળજાત કહે છે. એ જ પૂર્વોક્ત ઉત્પત્તિ. પર્યાવ, અંતર અને ગ્રહણરૂપ ચાર પ્રકારના દ્રવ્ય જ્યારે શ્રેતાને આ શબ્દ છે એ રીતની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેને ભાવ જાત કહે છે. અહીંયા તે કેવળ દ્રવ્ય ભાષાસતને જ અધિકાર સમજ. કેમ કે– આ ભાષા જાત અધ્યયનમાં મુખ્ય રીતે દ્રવ્ય જ વિવક્ષિત થયેલ છે. અને દ્રવ્યની વિશેષ અવસ્થાને જ ભાવરૂપ હેવાથી ભાવભાષા જાતને પણ અધિકાર સમજે, આ ભાષા જાત અધ્યયનના બને ઉદ્દેશામાં જે કે સાધુ અને સાધ્વીએ કેવા પ્રકારના વચન બેલા અને કેવા પ્રકારના વચન ન બેલવા એ પ્રમાણે વચનની વિશુદ્ધિરૂપમાં વર્ણન કરવામાં આવેલ છે. તે પણ કંઈને કંઈ અવાન્તર વિશેષતા છે જ જેમ કેપહેલા ઉદ્દેશામાં એક વચનદિ સેળ પ્રકારના વચન વિભાગ કરવામાં આવેલ છે. અને એવા વચન બોલવા જોઈએ અને એવા વચન ન બેલવા જોઈએ એ પ્રકારનું પણ વર્ણન કરાયેલ છે. પરંતુ બીજા ઉદ્દેશામાં જેનાથી ક્રોધ વિગેરે ઉત્પન્ન ન થાય એવા વચન બોલવા જોઈએ એ બતાવેલ છેઆ રીતે બેઉ ઉદ્દેશામાં પરસ્પર વિશેષતા સમજવી કહ્યું પણ છે –
सव्वेऽवि य वयणविसोहि कारगा तहवि अस्थि उ विसेसो
वयणविभत्ती पढमे उप्पत्ती बज्जणा बीए इति હવે સાધુ અને સાવીને કેવા પ્રકારનું વચન બોલવું જોઈએ અને કેવી ભાષાને પ્રયોગ કરવો જોઈએ તે સૂત્રકાર કહે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૦