Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિદ્વાન સમયકાળના જ્ઞાતા અને નત અર્થાત્ વિનયુક્ત સર્વોત્તમ યતિધર્મ અર્થાત ક્ષમા દયા માર્દવાદિ ગુણોને ભજવાવાળા તે નિર્ગથ જૈન સાધુ મહામુનિ હોવાથી સર્વશ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. તેથી જ “વિખીચતારૂ મુખર યો’ તૃષ્ણારહિત થઈને અને ધર્મ દયાન કરીને અને સમાધિ અર્થાત્ ઉપયોગવાળા “સમાચરસffસાવરેચન' અગ્નિની શિખા સરખા તેજથી એટલે કે પ્રભાવવિશેષથી જાજ્વલ્યમાણ એ નિર્ગસ્થ મુનિના “લોગ પન્ના ચ ન ર વ ાલા/ તપ પ્રજ્ઞા અને યશ વધવા લાગે છે. એટલે કે અગ્નિની શિખા સરખા પ્રભાવવિશેષ તેજથી અત્યંત દેદીપ્યમાન એ મહામુનિના તપ પ્રજ્ઞા અને યશ અત્યંત રીતે વધતા રહે છે. એ જ પ્રમાણે એ નિન્ય મુનિના પાંચ મહાવ્રતને પ્રભાવ બતાવે છે. “સિવિલંડવંતઝિળળ તારૂણા” બધી જ એકેન્દ્રિયાદિ ભાવ દિશાઓમાં અનંત કેવળજ્ઞાનયુક્ત જીનેન્દ્ર તીર્થંકર ભગવાન્ અનંત આમત્રણ કર્તા જીનેન્દ્રદેવે “મવૈયા મારા ફિયા’ સર્વ પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ મહાવતે અને ક્ષેમપદ ષકાય એટલેકે પૃથ્વીકાયિક વિગેરે એકેન્દ્રિો તથા દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય તથા પચેન્દ્રિય રૂપષકાય છની રક્ષા કરવાના સ્થાનને પ્રતિપાદિત કરેલ છે. અને એ પાંચ મહાવ્રત અર્થાત્ સર્વપ્રાણાતિપાત વિરમણ મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ અને સર્વવિધ મૈથુન પરિત્યાગ તથા સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપે પાંચ મહાવ્રતોને “માગુ નિરણા કરિયા” મહાપુરૂષ દ્વારા આચરિત હેવાથી અત્યંત મહત્વપૂર્ણ મનાય છે. અથવા કાયર પુરૂષો દ્વારા દુર્વહ હોવાથી ગુરૂત્વશાલ અર્થાત્ અત્યંત ગૌરવયુક્ત માનેલ છે અને આ પાંચ મહાવ્રતને વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામી વિગેરે તીર્થકરોએ નિશ્વકર કહેલ છે, અર્થાત્ અનાદિ કર્મ બંધન પરંપરાને દૂર કરવામાં અત્યંત શક્તિશાળી કહ્યા છે. એ મહાવ્રતને દષ્ટાન્તદ્વારા બતાવે છે. “તમે તેત્તિ લિં વાવજે પ્રમાણે તેજ અંધારાને નાશ કરે છે. અને ત્રણદિશા અર્થાત્ ઉર્ધ્વ—ઉપર નીચે અને તિર્થ રૂપ ત્રણે દિશાઓને પ્રકાશિત કરે છે. એ રીતે આ અહિંસાદિ પાંચ મહાવ્રત આત્મામાં સંસક્ત અનાદિકાળના કર્મબંધનને તેડે છે. અને ત્રણે લોકોમાં પ્રકાશિત કરે છે. એ પ્રમાણે જ કાય છના રક્ષક અનંત કેવળજ્ઞાની જીનેન્દ્ર ભવાને એકેન્દ્રિયાદિ ભાવ દિશામાં વર્તમાન ની રક્ષા માટે તત્સંબદ્ધ અનાદિ કર્મબંધનેને તેડવા માટે અહિંસાદિ પાંચ મહાવતેને પ્રગટ કરેલ છે. જે પ્રમાણે તેજથી અંધકાર દૂર થઈ જાય છે એજ પ્રમાણે પાંચ મહાવ્રતાથી કર્મપરંપરા પણ નાશ થઈ જાય છે. અને આત્મા કમળથી રહિત થવાથી નિર્મળ જ્ઞાનવાન થઈને ત્રણે લેકને પ્રકાશ આપનાર થઈ જાય છે. એ જ પ્રમાણે અહિંસા અર્થાત્ સર્વવિધ પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ મહાવ્રતનુ મહત્વ બતાવીને હવે અહિંસાદિ પાંચ મહાવ્રતની શુદ્ધિ માટે કહેવામાં આવે છે. –પૂર્વોક્ત અહિંસાદિ પાંચ મહાવતની શુદ્ધિને માટે મૂળ ગુણોનું નિરૂપણ કરીતે હવે ઉત્તર ગુણોનું નિરૂપણ કરવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૮