Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 332
________________ ભાવનાધ્યન કા નિરૂપણ ચૌદમું અધ્યયન સમાપ્ત પંદરમા અધ્યયનને પ્રારંભટીકાર્થ-આચારાંગ સૂત્રના પહેલા મૃત સ્કંધના નવમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીની સાધનાનું મહત્ત્વપૂર્ણ વર્ણન પ્રાપ્ત થાય છે. ત્યાં વીતરાગ મહાવીર પ્રભુની ઉત્કૃષ્ટ સાધનાના પ્રત્યક્ષરૂપે દર્શન થાય છે. પરંતુ ત્યાં આગળ સાધનાના વર્ણનની સાથે ભાગવાન મહાવીર સ્વામીના જીવનને ઈતિહાસ જ વર્ણવેલ છે. તેથી એ ઇતિહાસની પૂર્તિરૂપ આ પંદરમું અધ્યયન છે. આ પંદરમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મને અને જીવનચર્યાને ઉલ્લેખ કરીને ભગવાન મહાવીર સ્વામીએ જે પાંચ મહત્રતાને સ્વીકાર કરેલ છે. તેની પચીસ ભાવનાઓનું વર્ણન કરેલ છે. પરંતુ આ પંદરમા અધ્યયનમાં કેવળ ભગવાન મહાવીર સ્વામીના કુમારગામથી લઈને જંભિકા સુધી થયેલ કષ્ટોનું વર્ણન નથી કર્યું તેનું રહસ્ય તે એજ છે કે-તેનું વર્ણન ઉપધાન થનમાં કરેલ જ છે. તેથી પુનરૂક્તિના ભયથી અહીંયાં તેને ઉલ્લેખ કરેલ નથી. તેથી એમ સમજાય છે કે આ પંદરમું અધ્યયન ત્રીજી ચૂલા રૂપે સનિહિત હેવાથી ઉપધાનાધ્યયનની પૂર્તિરૂપજ કહી શકાય છે. અને આ પંદરમા અધ્યયનનું મહત્વ તે ભગવાન મહાવીરના દિવ્ય ભવ્ય કલ્યાણકારી જીવનની અલૌકિકતાના પ્રદર્શનમાં જ નિહિત થયેલ છે. અને ભગવાન મહાવીરના આદર્શરૂપ જીવનની સાધનાને પ્રેરણારૂપે ગ્રહણ કરીને સાધક ગણ પિતાના જીવનમાં પણ સાધનાના ઉજજવલ પ્રકાશને ફેલાવી શકે છે. એ વાતનું પ્રતિપાદન કરવા માટે પણ સમજવું. તેથી સૂત્રકાર કહે છે. “તળે તેને સમજો એ કાળમાં અર્થાત્ ચેથા આરામાં અને એ સમયે અર્થાત્ ગર્ભગમનના કાળમાં “મળે માવં મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને “વર દત્યુત્તરે ચાલિ થા” પાંચ હસ્તત્તર પણ થયા. અર્થાત્ ભગવાન મહાવીર સ્વામીને વક્યમાણુ પાંચ કલ્યાણક ઉત્તરા ફાલ્ગન નક્ષત્રમાં થયાં “ના” જેમકે “ઘુત્તમારું ગુ' શ્રીભગવાન મહાવીર સ્વામી ઉત્તરા ફાલ્ગન નક્ષત્રમાં દેવલેકમાંથી Úતથયા અર્થાત દેવ લોકથી ભૂલેમા ચવિત થયા “ના” દેવલેકથી ચ્યવન કરીને અર્થાત્ દેવકથી ભૂલેકમાં આવીને બારમે વસંતે આ લેકમાં ગર્ભમાં પ્રવેશ કર્યો આ પહેલું કલ્યાણક સમજવું, હવે બીજુ કલ્યાણ કહેવામાં આવે છે-“ઘુત્તરારું હસતરા નક્ષત્રમાં અર્થાત્ ઉતરાફાલ્ગની નક્ષત્રમાં જન્માશો દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં સંહૃત થયા અર્થાત્ સંકર્ષણ કરીને ખેંચીને) લાવવામાં આવ્યા. એટલે કે દેવાનંદાના ગર્ભમાંથી ખેંચીને શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩ ૨૧.

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393