Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવગ્રહ પ્રતિમાધ્યયન કા નિરૂપણ
સાતમું અધ્યયન હવે સાતમા અધ્યયનના ગુજરાતી ભાષાંતરનો પ્રારંભ કરાય છે.
ટીકાર્ચ-છા અધ્યયનમાં પાષણ સંબંધી નિરૂપણ કરવામાં આવેલ છે. અને પાત્ર વિગેરે ઉપકરણને સાધુજન કઈ પણ ગૃહસ્થ શ્રાવકની સંમતિથી જ ગ્રહણ કરે છે. કેમ કે- સાધુ, મુનીજને પૂર્ણ રીતે અસ્તેય અર્થાત્ ચોરી ન કરવારૂપ મહાવ્રતને સ્વીકાર કરીને જ જીવન યાપન કરવાવાળા હોય છે. તેથી આ સાતમા અધ્યયનમાં પ્રતિજ્ઞા વિશેષરૂપ અવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા વિશેષ રૂપ અવગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી ચાર પ્રકારને સમજે. અર્થાત્ દ્રવ્ય વિશેષને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા તથા ક્ષેત્ર વિશેષને સ્વીકાર કરીને રહેવાની પ્રતિજ્ઞા એવં કાળ વિશેષમાં જ નિવાસ કે ભિક્ષાટન વિગેરે કરવાની પ્રતિજ્ઞા તથા ભાવ વિશેષને સ્વીકારવાની પ્રતિજ્ઞા કરવી આ રીતે ચાર પ્રકારને અવગ્રહ સમજે. જેમ કે દેવેન્દ્રાવગ્રહ ૧, રાજાવગ્રહ ૨, ગૃહપત્યવગ્રહ ૩, શાતરાવગ્રહ ૪ અને સાધર્મિકાવગ્રહ ૫, આમાં દ્રવ્યાવગ્રહ ત્રણ પ્રકારને કહેલ છે. સચિત્ત ૧, અચિત્ત ૨, અને મિશ્ર ૩, ના ભેદથી ત્રણ પ્રકારને થાય છે. તેમાં શિષ્યાદિને સચિત્તાવગ્રહ કહેવાય છે. અર્થાત કેવા પ્રકારના શિષ્યાદિરૂપ સચિન દ્રવ્યને ગ્રહણ કરવું જોઈએ તેને સચિત્તાવગ્રહ કહે છે. તથા સરક મુખવસ્ત્રિક (મુહ. પત્ત) રજોહરણદિને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાને અચિત્તાવગ્રહ કહે છે. તથા સચિત્ત શિષ્યાદિ અને અચિત્ત રજોહરણાદિએ બન્નેને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાને-મિશ્રાવગ્રહ અર્થાત્ સચિત્તા sચિત્તાવગ્રહ કહે છે. એ જ પ્રમાણે ગામ, નગર અને અરણ્યના ભેદથી ક્ષેત્રાવગ્રહ પણ ત્રણ પ્રકારના માનવામાં આવે છે. અર્થાત્ ગામ વિશેષમાં જ રહેવું તથા નગર વિશેષમાં જ રહેવું કે અરણ્ય-જંગલ વિશેષમાં જ રહેવાની પ્રતિજ્ઞાને ક્ષેત્રાવગ્રહ કહે. વામાં આવેલ છે. પરંતુ કાળાવગ્રહ બે પ્રકારને જ માનવામાં આવે છે. ૧ વસન્તાદિ હત બદ્ધકાળ અને ૨ વર્ષાકાળના ભેદથી બે પ્રકાર થાય છે. તથા ભાવાવગ્રહ પહેલાં બે પ્રકારનું માનવામાં આવે છે. ૧ મત્યવગ્રહ અને ૨ ગ્રહણાવગ્રહ તેમાં મત્યવગ્રહ બે પ્રકારને થાય છે. ૧ અથવગ્રહ અને ૨ વ્યંજનાવગ્રહ તેમાં પણ અથવગ્રહ છ પ્રકારનો થાય છે. ૧ એકેન્દ્રિય ૨ શ્રીન્દ્રિય ૩ ત્રીન્દ્રિય ૪ ચતુરિન્દ્રિય ૫ પંચેન્દ્રિય ૬ નેઇદ્રિય પરંતુ વ્યંજનાવગ્રહ ચતુરિંદ્રિય અને મનને છોડીને ચાર પ્રકારને જ માનવામાં આવે છે. આ પ્રમાણે બધાનું સંકલન કરવાથી મત્યવગ્રહ દસ પ્રકારને સિદ્ધ થાય છે. તેમ જ ઉપરોક્ત પાંચ પ્રકારને દેવેન્દ્રાદિ સંબંધી અવગ્રહ ગ્રહણાવગ્રહ વિશેષરૂપ ભાવાવગ્રહમાં અંતર્ભત થઈ જાય છે. કેમ કે પરિગ્રહ રહિત શ્રમણના પીડ-વસતિવસ્ત્ર અને પાત્ર ગ્રહણના પરિણામ દશામાં ગ્રહણવગ્રહ કહેવાય છે. આ ગ્રહણાવગ્રહ હોય ત્યારે કયા પ્રકારથી મને શુદ્ધ પિંડ- વસતિ વિગેરે પ્રાતિહારિક કે અપ્રાતિહારિક મળશે આ પ્રમાણે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२४१