________________
તમારા નશ્વર દેહના ત્યાગને અવસર આવી પહોંચે."તા. ૨૬ જુલાઈ ૧૯૮૦ શનિવારે બપોર બાદ તમને પેટની પીડાને સખત ઉદય આવ્યો અને રવિવાર તા. ૨૭ જુલાઈ, સં. ૨૦૩૬, અશાડ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમાના પવિત્ર અને મંગલ દિવસે રાત્રિના પણું અગિયાર વાગ્યે તે પીડાના ઉદયને અંત આ અર્થાત્ તમારે પવિત્ર આત્મા શાંત સમાધિભાવમાં રહી નાશવંત દેહથી છૂટો પડ્યો. લગભગ છેલી ત્રણેક ઘડીના સમય પહેલાં આત્માને શાંતિમાં રાખવા અને શાંતિ આપવા પ્રભુજીને જે સતત વિનંતિ થઈ હતી. તેનું અમૃતમય પરિણામ સૌ જોઈ શકે તે મુજબ તાદશ્ય થયું હતું. કેઈ મહતું પુણ્યના ઉદવેગે અમે તમારા પરિવારનાં સર્વ બાળકે તથા નિકટના કેટલાંક સગાંસ્નેહીઓ તમારી અંતકાળની તેજરેખાઓથી દીપતી મુખમુદ્રાનાં દર્શન કરવા ભાગ્યવંત થયાં હતાં તે માટે પ્રભુને ઉપકાર માનીએ છીએ. હે કલ્યાણમયી મા! તમે તે વીરતાથી જીવન જીવી ગયાં અને મરણને પણ વીરતાથી મહોત્સવરૂપે ભેટ્યાં, એટલું જ નહિ પરંતુ તમે અમારા કલ્યાણાર્થે અમારા આત્મામાં પ્રભુભક્તિને દિવ્ય પ્રકાશ પાથરવાને કે સંદેશ આપે! કેવા અમૂલ્ય ભાવને અમૂલ્ય વારસે આપે ! હે પ્રાતઃ સ્મરણીય મા ! એક બાજ તમારા ઉપકારી સહવાસના કેગના વિયેગથી અમારી એક આંખમાંથી પેદનાં અશ્રુ સરી પડે છે, તે બીજી બાજુ તમે વારસામાં આપેલ ઉત્તમ ભેટથી અને તમારા ગુણની પવિત્ર
સ્મૃતિથી તમે સન્મુખ જ છે એમ હદયમાં લાગવાથી અમારી બીજી આંખમાંથી ભાવભીનાં હર્ષાશ્રુ નીતરે છે અને અમને સુખ-શાંતિ આપે છે. અહ! તમારે કેટલે ઉપકાર માનીએ!
અને હવે અંતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org