________________
આજે પણ ભૂલી નથી શકતા. જાણે આ બધા સંરકારે જાગૃત થયા..
આખરે દેવપ્રભસૂરિ વિરચિત પાંડવ ચરિત્રના આધારે જૈન મહાભારતના વ્યાખ્યાનની શ્રેણી શરૂ થઈ. પહેલું જ વ્યાખ્યાન ખૂબ સુંદર થયું. સ્વાભાવિક રીતે જ તે વ્યાખ્યાનના સાર રૂપે કંઈક આલેખન કરવાનું મન થયું. પાકી કેપી થયા બાદ પૂ. ગુરુદેવને વંચાવી. પૂ. ગુરુદેવે કહ્યું “ખૂબ જ સુંદર છે. ઉપકારી બને તેવી છે અને પછી તે. પૂ. ગુરુદેવની કૃપાથી એ ક્રમ બની ગયો કે એક રવિવારનું વ્યાખ્યાન બીજા રવિવારે પ્રસિધ્ધ થઈને આવતું. આવો કમ લગભગ ૧૪ રવિવાર સુધી ચાલી શકે. શાંતિનગરમાં પૂજ્ય ગુરુદેવની તબિયત નિમિત્તે રોકાવવાનું થયું ત્યાં શ્રોતાઓની મહાભારત પૂર્ણ કરવાની માંગણી ચાલુ રહી.
આ તરફ ખૂબ વિચાર વિમર્શ બાદ જૈન મહાભારતની શ્રેણીનું “અભિનવ મહાભારત” એવું નામકરણ થયું....અને ભાવિકની માંગ વધતી જ રહી. હજી મારે આ ૧૬ ભાગથી આગળના ભાગનું આલેખન કરવાનું બાકી છે પણ અનેક ભાવિક આત્માઓએ કરેલી વ્યાખ્યાનની નોંધ મેજુદ છે. એટલે એ કાર્ય દશ્કર નહીં બને. છતાંય પૂજ્ય તત્ત્વોની એવી કૃપા વરસે કે આ કાર્ય હું શીધ્ર કરવામાં સફળ * સર્વત્ર “જૈન જ્યતિ શાશનમ” થાય એજ ભાવના.
લિ.
૫. રાજયશ વિજય
‘ગૌરવ ૩૧, ધરણીધર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ તા. ૨૦-૯-૮૬