Book Title: Abhinav Mahabharat
Author(s): Rajyashvijay
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

View full book text
Previous | Next

Page 8
________________ આ લેખકની બે વાત વિ. સં. ૨૦૨૬માં સિકંદ્રાબાદમાં ચાતુર્માસ હતું. તે વખતે પરમ ઉપકારી પૂ. પાદ આચાર્યદેવ જયંતસૂરીશ્વરજી મ. સા. પણ વિદ્યમાન હતા. તેઓનું મન આ ચાતુર્માસમાં પરમ પ્રસન હતું. તેઓ મારા પૂજ્ય ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા.ને વારંવાર કહેતા હતા–“વિકમસૂરિ ! રાજાના (તેમના સહુનું મારા માટેનું હુલામણું નામ) વ્યાખ્યાને ખૂબ ચિંતન પૂર્ણ છે. રામાયણમાં તો કમાલ કરે છે. આવા વ્યાખ્યાનો અમદાવાદમાં થવા જોઈએ.” પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. પણ એ વાતથી પરમ પ્રસન્ન હતા. પાંચ વર્ષ બાદ વિ. સં. ૨૦૩૧માં શાંતિનગર (અમદાવાદમાં ચાતુર્માત થયું પૂ. ગુરુદેવે ભગવતીજી સૂત્રનું સુંદર વાંચન કરેલ. આજે પણ તત્ત્વજ્ઞાની શ્રેતાઓ એ યાદ કરીને આંખમાં અશુઓ લાવે છે. પણ મને પૂજ્ય ગુરુદેવે કથાધિકારે રામાયણના પ્રવચને કરવા આજ્ઞા કરેલી. મેં પૂ. વિમલસૂરિજી મ. ના પઉમચરિય”ના આધારે જૈન રામાયણના પ્રવચને કરેલા અને રવિવારના વિવિધ વિષય પરના તથા. ખાસ કરીને “તરંગવતી તરંગલોલા’ કથા પરના કડવા પટેલની વાડી (ઉસ્માનપુરા)માં થતા વ્યાખ્યાનોની જનતાને ખૂબ જ મોહિની લાગી હતી. આજે પણ લેકે પેલા ચકવા–ચકવીની કથાને યાદ કરી શંગારથી વૈરાગ્યની પ્રેરણાને યાદ કરે છે. વિ. સં. ૨૦૩૧ના ચાતુર્માસ પછી તે ઘણું બની ગયું પણ એ બધી વાત કહેવાનો અહીં અવકાશ નથી. પુનઃ અમારુ ચાતુર્માસ શાંતિનગરમાં નિર્ણત થયું. રેજના વ્યાખ્યાને માટે પણ વિશાળ મંડપની જરૂર પડશે એવું કાર્ય કરે પહેલેથી સમજી ગયેલા. આ ચાતુર્માસમાં પણ પૂ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 458