________________
સેતુ સ્વરૂપ સંશોધનકાર્ય (પ્રથમાવૃત્તિ)
પ. પૂ. પંન્યાસ શ્રી નંદિઘોષવિજયજી મહારાજશ્રીના "આભામંડળ : એક સૈદ્ધાત્તિક તથા પ્રાયોગિક સંશોધન" નામના આ ગ્રંથને આવકારતાં હું હર્ષ અનુભવું છું.
વર્તમાન શ્રમણ સમુદાયમાં સરળસ્વભાવી, શાન્તમૂર્તિ, પૂ. પં. શ્રીનંદિઘોષવિજયજી મહારાજશ્રીની વિદ્વત્પ્રતિભા અનોખી તરી આવે એવી છે.
પૂ. મહારાજ શ્રીએ ઘણાં વર્ષો પહેલાં જૈન ધર્મ વિશે આધુનિક વૈજ્ઞાનિક અભિગમથી લેખો લખવા શરૂ કર્યા ત્યારથી હું એમના પરિચયમાં રહ્યો છું. અમારી પહેલી મુલાકાત કોઠ ગામના ઉપાશ્રયમાં થયેલી.
સંસારીપણામાં પૂ. મહારાજશ્રીએ ફક્ત એસ. એસ. સી. કક્ષાની વ્યવહારૂ કેળવણી લીધેલી પરંતુ વિજ્ઞાનમાં વિશેષ અભિરૂચિના કારણે આધુનિક વૈજ્ઞાનિક વિષયો સમજવામાં અને તેનું તાત્પર્ય ગ્રહણ કરવામાં એમને વાર ન લાગે એ સ્વાભાવિક છે. એટલે દીક્ષા લીધા પછી શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં જે ત્યાં છે તે અહીં પણ છે " એવા ભાવ થાય અને એ વિશે લખવાનું એમને મન થાય એ કુદરતી છે. એટલે પોતાની સંયમયાત્રામાં બાધા ન પહોંચે, બલકે ઉપકારક થાય એ રીતે તથા ક્યાંય ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય, પરંતુ જૈન ધર્મ-દર્શનની પ્રભાવના થાય એ દૃષ્ટિએ એમણે આ વિષયમાં તુલનાત્મક અધ્યયન-સંશોધન કર્યું છે, અને હજુ કરતા રહે છે, જે માટે તેઓ સવિશેષ અધિકારી છે.
આ ગ્રંથમાં એમણે આભામંડળનો - છ લશ્યાનો વિષય લીધો છે અને એની છણાવટ વીજ ચુંબકીય ક્ષેત્ર, ડાઉઝિંગ, કિર્લિયન ફોટોગ્રાફી, માનવ શરીરમાં રહેલાં સાત સૂક્ષ્મ શક્તિ કેન્દ્રો અર્થાત્ ચક્રો, જ્યોતિષશાસ્ત્ર, રત્ન ચિકિત્સા, રંગચિકિત્સા, ચુંબકીય ચિકિત્સા, એક્યુપ્રેશર, એક્યુપંક્યર ઇત્યાદિના સંદર્ભમાં કરી છે. એમાં કેટલાક વિષયો પારિભાષિક છે, કેટલીક વાતો સૂક્ષ્મ છે, કેટલીક બાબતો શ્રદ્ધાના વિષયની છે અને કેટલાંક ક્ષેત્રોમાં સંશોધનને હજુ અવકાશ છે. આ બધા વિષયોમાં પૂ. મહારાજશ્રીની સજ્જતા કેટલી બધી છે તે એમણે આપેલા સંદર્ભો પરથી સમજાશે. એમનું લખાણ વ્યવસ્થિત, મુદ્દાસર, તર્કસંગત અને પ્રમાણ(આધાર)યુક્ત છે. એમની ચિંતનધારા વિશદ, ગહન, બહુઆયામી છે. - ઓગણીસમી સદીના કેટલાક પાશ્ચાત્ય વિચારકો એવી માન્યતા ધરાવતા હતા કે જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું જશે તેમ તેમ ધર્મ પાછળ હઠતો જશે. એમ કરતાં એક દિવસ એવો આવશે કે વિજ્ઞાન સર્વોપરિ હશે અને ધર્મનું નામનિશાન નહિ હોય. એમની આ માન્યતા ભ્રામક નીવડી છે. વીસમી સદીમાં તો ઉલટું એવું જોવા મળ્યું છે કે જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું ગયું તેમ તેમ ધર્મ અને અધ્યાત્મને પુષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org