________________
આભામંડળ અને વૈકલ્પિક ચિકિત્સાપદ્ધતિઓ
લોહચુંબકની ભલામણ કરવામાં આવે છે-16
સોજા અને દુઃખાવા માટે Magnet Dowsing or The Magnet Study of Life પુસ્તકના લેખક ડૉ. બિનિતોષ ભટ્ટાચાર્યે લોહચુંબકનો ઉપયોગ કર્યો છે અને તેમાં તેઓને લોહચુંબકની આશ્ચર્યજનક શક્તિનો પરિચય મળ્યો છે. સંધિવાના વિવિધ પ્રકાર જેવા કે આર્થાઈટીસ (Arthritis), રુમેટિઝમ (Rheumatism) અને બર્સાઈટીસ (Bursitis)માં લોહચુંબક અસરકારક પુરવાર થયું છે.
17
બીજી અગત્યની વાત એ કે લોહચુંબકનાં ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવોની પ્રાણીઓ, વનસ્પતિ અને આપણા શરીર ઉપર જુદી જુદી અસર થાય છે. લોહચુંબકનો દક્ષિણ ધ્રુવ ગરમ હોય છે અને તે સ્વાભાવિક રીતે શક્તિદાયક હોય છે, જ્યારે ઉત્તર ધ્રુવ ઠંડો હોય છે અને તે અવરોધક અસર ધરાવે છે. 18
77
જુદા જુદા ધ્રુવોની અસર જાણવા માટે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ડૉ. રોય ડેવિસ નામના વિજ્ઞાનીએ સફેદ ઉંદરો ઉપર એક પ્રયોગ કર્યો હતો. બે ઉંદરોમાં કેન્સરના કોષોનું આરોપણ કરવામાં આવ્યું ત્યાર બાદ તે બંને ઉંદર ઉપર અલગ અલગ રીતે લોહચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની અસર તપાસવામાં આવી તો જે ઉંદર ઉપર લોહચુંબકનો ઉત્તર ધ્રુવ રાખવામાં આવ્યો તેની કેન્સરની ગાંઠ ધીમે ધીમે નાની થઈ છેવટે અદશ્ય થઈ ગઈ જ્યારે જે ઉંદર ઉપર લોહચુંબકનો દક્ષિણ ધ્રુવ રાખવામાં આવ્યો હતો તે ઉંદરમાં કેન્સરની ગાંઠ ઝડપથી મોટી થઈ અને પરિણામે તે ઉંદર મરી ગયો. 19
આ પરિણામોએ મનુષ્યના જુદા જુદા રોગો ઉપર લોહચુંબકના બંને ધ્રુવોની અસર માટેનું એક નવું સંશોધન ક્ષેત્ર ખોલી આપ્યું.
ઈ. સ. 1964માં પ્રકાશિત 'Fate' માસિકના જુલાઈ માસના અંકમાં જોસેફ એફ. ગુડેવેજ(Joseph F. Goodavage)એ આપેલ અહેવાલ પ્રમાણે ન્યુયોર્ક શહેરના ડૉ. કે. ઈ. મેક્લીન(Dr K. E. Maclean)એ પ્રબળ લોહચુંબકનો ઉપયોગ કરીને ખૂબ આગળ વધી ગયેલ કેન્સરના દર્દીની સારવાર કરી હતી અને તેમાં તેઓને નોંધપાત્ર પરિણામો મળ્યાં હતાં. 20 ડૉ. કે. ઈ. મેક્લીન 64 વર્ષની ઉંમરે પણ 45 વર્ષની ઉંમરના દેખાય છે. આ અંગે તેઓ કહે છે કે તેઓએ પાંચ વર્ષ સુધી 3600 ગૌસ ચુંબકીય શક્તિના લોહચુંબકનો ઉપયોગ કર્યો છે. તેનું આ પરિણામ છે. 21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org