________________
વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુનું આભામંડળ
87
સંભવ છે. ઈશાન ખૂણાની પૂર્વ તરફનો ભાગ બરાબર ન હોય તો તે ઘરમાં રહેનારને નાના આંતરડાની તકલીફ થઈ શકે છે. નૈઋત્ય ખૂણો બરાબર ન હોય તો બરોળની તકલીફ થઈ શકે. તે જ રીતે નૈઋત્ય ખૂણાની પશ્ચિમ તરફનો ભાગ બરાબર ન હોય તો તે ઘરમાં રહેનારને લીવરની તકલીફ થઈ શકે.
યાન (Vehicles) અને શયન-પલંગ વગેરે વસ્તુ (Furniture) પણ વાસ્તુના અંગો છે. મકાનમાં અયોગ્ય સ્થાને અયોગ્ય વસ્તુ રાખવામાં આવે તો પણ મકાનનું આભામંડળ દૂષિત બને છે. તેના પ્રમાણે મકાનમાં રહેનારની મનોવૃત્તિ બદલાઈ જાય છે અને વાસ્તુના દોષના આનુષગિક શરીરના અવયવમાં રોગ પણ પેદા થાય છે.
ભૂમિ એ વાસ્તુનું સૌથી મહત્ત્વનું ઘટક છે. વાસ્તુશાસ્ત્રમાં ભૂ-ખંડ(plot)ની ભૌગોલિક અવસ્થા, આકાર, ઢોળાવ, તેમાં જળાશયોની ઉપસ્થિતિ, માટીના રંગ, ગંધ, જળગ્રાહકતા વગેરે અનેક લક્ષણો દ્વારા ભૂમિના શુભત્વ - અશુભત્વનું વર્ણન કરવામાં આવેલ છે. વાસ્તુ નિયમો અનુસાર 'અશુભ' માનવામાં આવેલી ભૂમિમાં જિયોપેથિક સ્ટ્રેસ અવશ્ય હોય છે. ભૂ-રોગ નિષ્ણાત વિજ્ઞાનીઓના મતે જિયોપેથિક સ્ટ્રેસ પેદા થવાનાં કારણો નીચે પ્રમાણે હોય છે.
1. જ્યારે ઊંડે જમીનમાં ઝરણાં હોય તે અચાનક દિશા બદલે કે ધોધને મળે ત્યારે જિયોપેથિક સ્ટ્રેસ પેદા થાય છે.
2. જ્યારે ઈલેક્ટ્રિકલી ચાન્ડ લાઈનો કુદરતી રીતે ઈશાનથી નૈઋત્ય અને અગ્નિથી વાયવ્ય જતી હોય અને ગ્રીડ બનતી હોય તથા એવી જ રીતે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ જતી હોય અને જ્યાં લાઈનો એક બીજાને છેદતી હોય ત્યાં રહેનારને કેન્સર જેવા રોગો થવાનો સંભવ છે.
3. જે જગ્યા હંમેશા ભેજવાળી રહેતી હોય કે કોઈ પણ કારણ વગર ભેજની સતત વાસ આવતી હોય એ જગ્યા નકારાત્મક શક્તિ(Negative energy)વાળી હોઈ શકે છે.
4. જ્યાં કીડીઓના દર કે મધપૂડા હોય ત્યાં જિયોપેથિક સ્ટ્રેસ હોઈ શકે છે. ઉપર દર્શાવેલ કારણો અને વાસ્તુ નિયમો વચ્ચેનું સામ્ય એ બાબતને સિદ્ધ કરે છે કે પ્રકૃતિના જે રહસ્યોનો પાર પામવા વિજ્ઞાનીઓ આજે પણ મથી રહ્યા છે તે આપણા પૂર્વજો એમના આત્મપ્રત્યક્ષ જ્ઞાનથી જાણી શકતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org