________________
94
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન
છબી નં. એન-1 : આ છબીમાં ફક્ત મુખાકૃતિનો ભાગ જ લેવામાં આવ્યો છે. અહીં તેઓના મુખની ઉપર ફક્ત શ્વેત અને વાદળી રંગ જ જોવા મળે છે. તથા મુખની આસપાસનું આભામંડળ સંપૂર્ણપણે સફેદ છે ક્યાંય બીજો કોઈપણ રંગ દેખાતો નથી તેનાથી નક્કી થઈ શકે તેઓનું આભામંડળ અત્યંત શુદ્ધ છે. અને આધ્યાત્મિક કક્ષા તેઓની ઘણી ઊંચી છે. તેમનું શ્વેત આભામંડળ જૈન દર્શન અનુસાર શુક્લ લેશ્યાનું સૂચન કરે છે. યાદ ૨હે કે તેમના આભામંડળનો આ શ્વેત રંગ સ્વાભાવિક છે. આભામંડળ સંબંધી કોઈ સારવાર આપી નથી.
છબી નં. એન-2 તથા છબી નં. એન-3 : આ છબીઓમાં તેઓના પેટ સુધીનો ભાગ લેવામાં આવ્યો છે. તેમાં બંને પડખામાં તથા બે હાથમાં કોણી સુધીના ભાગમાં થોડોક લાલ, લીલો તથા પીળો રંગ દેખાય છે તેથી નક્કી થાય છે કે તેમને હાથમાં કોઈપણ જાતની સામાન્ય તકલીફ હોવી જોઈએ. તે સિવાય હૃદય, ફેફસાં, હોજરી વગેરે એકદમ સ્વસ્થ છે. તેમાં કોઈ તકલીફ જણાતી નથી.
છબી નં. એન-4 : આ છબીમાં તેમનો પાછળનો મસ્તકથી લઈને કમર સુધીનો ભાગ લેવામાં આવ્યો છે. આ છબીમાં તેમને મસ્તકમાં પાછળના ભાગમાં બોચીના ભાગે તકલીફ જણાય છે. તેમનો તે ભાગ કદાચ કોઈપણ કારણે પીડાયુક્ત જણાય છે. તો નીચે ડાબા પડખાનો ભાગ તથા ડાબી તરફનો પીઠનો ભાગ અને ડાબો હાથ પણ રોગગ્રસ્ત જણાય છે. આ અંગે તેમને પૂછતાં તેઓએ જણાવ્યું કે કાયમને માટે ડાબા પડખે સુઈ રહેવાની ટેવના કારણે તે હાથ ઉપર સતત દબાણ આવ્યા કરે છે તેથી તેમાં થોડો થોડો દુ:ખાવો થયા કરે છે. વળી કમર પણ દ૨૨ોજ સવારે જકડાઈ જાય છે. સવારે ઉઠ્યા પછી દસ મિનિટ સુધી કાંઈક ઊંચા-નીચા થયા પછી રાહત થાય છે.
છબી નં. એન-5 : આ છબીમાં ફક્ત પીઠનો જ ભાગ લેવામાં આવ્યો છે જેથી પીઠની તકલીફ સ્પષ્ટ રીતે જોઈ શકાય. પીઠના ડાબા ભાગમાં જે લાલ ભાગ દેખાય છે ત્યાં પાંચ વર્ષ પહેલાં ઈન્ફેક્ટેડ સિબેસીસ સિસ્ટ અર્થાત્ ૨સોળીમાં ઈન્ફેક્શન ૨સી થઈ ગયેલ અને તેનું ઓપરેશન પણ કરવામાં આવેલ. તેની નીચે કમરના ભાગમાં પણ લાલ રંગ દેખાય છે તેનાથી કમરની તકલીફ સૂચિત થાય છે.
છબી નં. એન-6 : આ છબીમાં પગના ભાગમાં ઘણી કાળાશ દેખાય છે તેથી પગમાં કોઈપણ કારણે ઘણો સ્ટ્રેસ જણાય છે. અહીં જે કાંઈ ખરાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org