________________
96
આભામંડળઃ જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન કર્યા બાદ આ છબી લેવામાં આવી છે. આ છબીમાં કાળો રંગ લગભગ અદશ્ય થઈ ગયો છે. લાલ રંગ પણ ઘણો ખરો ઓછો થઈ ગયો છે તેના સ્થાને લીલો અને પીળો રંગ દેખાય છે. થોડાક ભાગમાં વાદળી તથા શ્વેત રંગ પણ દેખાય છે. જે ધ્યાનના કારણે થયેલો સુધારો છે. ધ્યાન કર્યા પછી અડધા કલાકે અમે ફરી છબી લીધી તો તેમાં પણ તે ભાઈનું આભામંડળ તેવું જ આવ્યું એટલે ધ્યાન કર્યા પછી તે ધ્યાનની અસર કેટલા સમય સુધી રહે છે તે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. તેના અંગે પણ યોગ્ય સંશોધન થવું જોઈએ. જો ધ્યાન, મંત્રજાપ વગેરે નિયમિત કરવામાં આવે તો આભામંડળમાં કાયમી ધોરણે પરિવર્તન થઈ શકે છે.
નિયમિત જાપ કરનાર કે બીજાનું ભલું કરનાર કે આધ્યાત્મિક દૃષ્ટિએ ઉચ્ચ કક્ષા ધરાવનાર વ્યક્તિના આભામંડળમાં શ્વેત રંગ વિપુલ માત્રામાં જોવા મળે છે. તેના આભામંડળમાં લાલ કે કાળો રંગ શારીરિક રોગો સિવાય હોતો નથી.
છબી નં. 3: આ છબી એક વ્યક્તિના બંને પગના ઢીંચણની છે. તેના બંને ઢીંચણ તથા તેની આસપાસ નજીકમાં લાલ પીળો રંગ તેને ઢીંચણના દુખાવાનો નિર્દેશ કરે છે. તેને આર્થાઈટીસનો રોગ છે. આ વ્યક્તિને ડૉ. અમરેશભાઈ મહેતાએ તેમની રીતે વિશિષ્ટ કિરણો ધરાવતી બાહ્ય ઔષધિ દ્વારા સારવાર આપ્યા પછી ફરીવાર તેના બંને પગના ઢીંચણની છબી લીધી. જુઓ છબી નં. 4.
છબી નં. 4: આ છબીમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ઢીંચણમાંથી લાલ રંગ લગભગ અદૃશ્ય થઈ ગયો છે તેના સ્થાને સુંદર એવો વાદળી - આશમાની રંગ જોવા મળે છે અને સાથે સાથે પગની આજુબાજુનું અને સમગ્ર શરીરની આસપાસનું આભામંડળ પણ સફેદ રંગથી ભરપુર થઈ ગયું છે. જેના પરિણામે તે વ્યક્તિનો આર્થાઈટીસનો રોગ લગભગ દૂર થઈ ગયો છે. આભામંડળને શુદ્ધ કરવાથી રોગ દૂર થવાનું અથવા રોગમાં ઘણી રાહત થઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
છબી નં. 5: આ છબીવાળી વ્યક્તિનું આભામંડળ ખૂબ જ ખરાબ છે. તેને વિવિધ પ્રકારની ઘણી તકલીફો હોવાનું તેના આભામંડળની છબી ઉપરથી જ નક્કી થઈ જાય છે કારણ કે તેના આભામંડળમાં ક્યાંય શ્વેત કે વાદળી રંગ જોવા મળતો નથી. લાલ, લીલો અને પીળો તથા કાંઈક અંશે કાળો રંગ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org