________________
આભામંડળ : જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન
તેમ નથી. શરીરની આસપાસના આભામંડળમાં પણ વાદળી કે શ્વેત રંગ જરા પણ છે નહિ મતલબ કે બિમારી ઘણા વખતની હોઈ શકે છે. આભામંડળમાંનું લાલ રંગનું વર્તુળ ખભા સુધી આવી ગયું છે. એ વર્તુળ જો નાનું નાનું થતું છેક મસ્તક સુધી પહોંચી જાય તો આ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
છબી નં. 9 : આ છબીવાળી વ્યક્તિના આભામંડળમાં ખભાના ભાગે થોડોક સુધારો છે. અને એ સુધારો આભામંડળના બહારના ભાગમાં મસ્તક ઉપરના ભાગમાં વાદળી, ગુલાબી તથા સફેદ રંગથી સૂચિત થાય છે. લાલ રંગનું વર્તુળ જે ઉપરની તસ્વીરમાં છાતીની ઉપરના ભાગ પાસે હતું તે ખસીને છેક પેટના ભાગ સુધી દૂર ગયું છે. આ લાલ વર્તુળ જેટલું મોટું અને જેટલું શરીરથી વધુ દૂર એટલું સ્વાથ્ય વધુ સારું ગણી શકાય. આમ છતાં આગળ ગળાના ભાગેથી તથા મસ્તકની પાછળના ભાગેથી શક્તિનું ગળતર થતું સ્પષ્ટ જોઈ શકાય છે. તથા ગળાના ભાગે આગળ તથા પાછળ જે લાલ રંગ દેખાય છે. તે ગળાના ભાગે કોઈ રોગ હોવાની અથવા થવાની સંભાવના દર્શાવે છે.
છબી નં. 10 : આ છબી અને ઉપરની નં. 9ની છબીમાં ખાસ કોઈ ફેર નથી. આમ છતાં ઉપરની તસ્વીર કરતાં આ તસ્વીરમાં શક્તિનું ગળતર ઓછું થતું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.
છબી નં. 11: આ છબી તંદુરસ્ત શરીરનો નિર્દેશ કરે છે. સારવાર બાદ તબિયતમાં નોંધપાત્ર સુધારો દેખાય છે. ફક્ત ગળાના ભાગે આગળ બહુ ખાસ સુધારો દેખાતો નથી પરંતુ તે સિવાય સમગ્ર શરીરમાં સારું હોવાનો નિર્દેશ શરીરની બહારના વર્તુળાકાર આભામંડળના સફેદ, ગુલાબી, ભૂરા રંગના વર્તુળો કરે છે. ગળાના ભાગેથી તથા મસ્તકની પાછળના ભાગે થતું શક્તિનું ગળતર ખૂબ જ ઓછું થઈ ગયું છે. તસ્વીર નં. 9, 10 અને 11 એક જ વ્યક્તિની છે.
ટૂંકમાં, આભામંડળની છબી દ્વારા રોગ નિદાન તો થાય છે જ પરંતુ જો યોગ્ય ચિકિત્સક મળી જાય તો સ્વાથ્યની પુનઃ પ્રાપ્તિ પણ સુલભ બની રહે છે.
છબી નં. 12 : આ છબી ખૂબ જ મહત્ત્વની છે. આ છબીમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે કોઈ એક મકાનની દિવાલ ઉપર એક પતિ-પત્ની અથવા માતા-પિતાની તસ્વીર લટકાવેલી છે. આ આભામંડળની તસ્વીર જ્યારે લેવામાં આવી તે પહેલાં પ્રસ્તુત તસ્વીરમાં જે ભાઈ દેખાય છે તે પંદર વર્ષ પહેલાં અવસાન પામેલ છે. આ તસ્વીર જોઈ આભામંડળના નિષ્ણાત તથા મેં પણ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org