________________
આભામંડળ વિલેષણ, રોગનિદાન અને ચિકિત્સા
97
દેખાય છે. આ ભાઈને હૃદય રોગ, ગળાની બિમારી કે માથાના દુઃખાવાની તકલીફ હોવાનું છબી ઉપરથી અનુમાન થઈ શકે છે.
છબી નં. 6 : ઉપરની છબીવાળા ભાઈને ડો. અમરેશભાઈ મહેતા ફક્ત પાંચ જ મિનિટ તેમની રીતે સારવાર આપી તે પછી પુનઃ તેમના આભામંડળની છબી લેવામાં આવી જે અહીં રજુ કરવામાં આવી છે. ફક્ત પાંચ મિનિટની સારવારમાં તે ભાઈના આભામંડળમાં નોંધપાત્ર સુધારો જોઈ શકાય છે. તેમના મસ્તકના ભાગે જ્યાં લાલ, લીલો, પીળો રંગ હતો તેના સ્થાને સુંદર મજાનો પ્રસન્ન થઈ જવાય તેવો વાદળી, આછો વાદળી અને ગુલાબી રંગ જોવા મળે છે. લાલ, લીલા, પીળા રંગવાળું ચક્ર શરીરથી ઘણું દૂર જતું રહેલ દેખાય છે.
ડૉ. અમરેશભાઈ મહેતાના કહેવા પ્રમાણે લાલ રંગનું ચક્ર બ્રહ્મરંધ્ર ઉપર સહસાર ચક્રના સ્થાને આવી જાય છે ત્યારે મનુષ્ય માટે મૃત્યુ સાવ નજીક થઈ જાય છે. પછી તેને મૃત્યુના મુખમાંથી કોઈ બચાવી શકતું નથી. જો ફક્ત પાંચ જ મિનિટની સારવારથી આવું પરિણામ આવી શકતું હોય તો નિયમિત થોડા વધુ સમય માટે સારવાર કરવામાં આવે તો રોગમુક્તિ પ્રાપ્ત કરવામાં કોઈ વાંધો આવતો નથી.
છબી નં. 7 : આ છબી ઉપરની છબીવાળા ભાઈની જ છે પરંતુ ડૉ. અમરેશભાઈ મહેતાએ સારવાર આપ્યા પછીની તસ્વીર છે. આ છબીમાંના આભામંડળમાં આપણે સ્પષ્ટરૂપે જોઈ શકીએ છીએ કે આભામંડળમાં શરીર ઉપરના ભાગમાં ક્યાંય લાલ કે કાળો રંગ દેખાતો નથી. શરીર ઉપરના ભાગમાં માત્ર ભૂરો તથા શ્વેત રંગ છે અને ક્યાંક ક્યાંક પીળો તથા લીલો રંગ દેખાય છે. તો આસપાસનું સંપૂર્ણ આભામંડળ શ્વેત રંગનું છે, ક્યાંય બીજા કોઈપણ રંગનો ડાઘ સુદ્ધાં નથી. જેનાથી નક્કી થઈ શકે છે કે દર્દી સંપૂર્ણપણે રોગમુક્ત થઈ ગયો છે. હવે અહીં પ્રશ્ન ફક્ત એટલો જ રહે છે કે આ આભામંડળની શુદ્ધિ કેટલું ટકી રહે છે ? અથવા આ શુદ્ધિને ટકાવી રાખવા શું કરવું જોઈએ ?
છબી નં. 8: આ છબીવાળી વ્યક્તિના શરીરના ઉપરના ભાગમાં લાલ રંગ તથા મસ્તકના ભાગે કાળો રંગ દેખાય છે તેથી એવું અનુમાન કરી શકાય કે આ વ્યક્તિને ગળા, છાતી કે હૃદયના ભાગે કોઈ ગંભીર બિમારી છે. એ સાથે મગજની પણ કોઈ બિમારી હોવાની સંભાવના નકારી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org