________________
આભામંડળ વિશ્લેષણ, રોગનિદાન અને ચિકિત્સા
પામેલ વ્યક્તિ અર્થાત્ મૃતકનું આભામંડળ 0.7 મીટર હોય છે.
પ્રાણ પ્રતિષ્ઠા કરેલ પ્રભુ પ્રતિમાનું આભામંડળ 90 મીટર જેટલું વિસ્તૃત હોવાનું અનુભવાયું છે. તા. 1, ડિસેમ્બર, 2006ના સાંજે અમોએ મુંબઈમાં તારદેવ પાસે આવલ સોનાવાલા બિલ્ડિંગમાં ઘર દેરાસરના મૂળ નાયક શ્રી આદિનાથ પ્રભુનું આભામંડળ માપેલ. અલબત્ત, આ પ્રભુ પ્રતિમા પ્રાચીન નથી છતાં તેમનું આભામંડળ 45 મીટર હતું. પ્રયોગ દરમ્યાન શ્રી ઉવસગ્ગહર પાર્શ્વનાથ પ્રભુનું આભામંડળ 99 મીટર અનુભવાયું છે.
જૈન દર્શનના ગ્રંથોમાં પ્રભુ પ્રતિમાનો ઉત્કૃષ્ટ અવગ્રહ 60 હાથ અર્થાત્ 90 ફૂટ બતાવવામાં આવ્યો છે. જો કે કોઈપણ દેવ-દેવીની પ્રતિમાના આભામંડળનો આધાર અન્ય ઘણી બાબતો ઉપર હોય છે. એટલે દરેક પ્રભુ પ્રતિમાનો અવગ્રહ એક સરખો હોતો નથી. દરેક પ્રભુ પ્રતિમાનું આભામંડળ પ્રાયઃ શ્વેત જ હોય છે.
આભામંડળ વિશ્લેષણ પદ્ધતિની મર્યાદા :
અલબત્ત, આભામંડળ દ્વારા રોગનિદાન અને ત્યારબાદ તેની વૈકલ્પિક સારવાર લેવા આવનાર દર્દી કે વ્યક્તિ તે પૂર્વે બીજી બધી જ પદ્ધતિઓ અજમાવી ચૂકેલ હોય છે અને બધેથી નાસીપાસ અને નિરાશ થયા બાદ જ આ પદ્ધતિના શરણે આવ્યો હોય છે અને ત્યાં સુધી તેના રોગોએ કે તકલીફોએ ઘણી મર્યાદાઓ વટાવી દીધી હોય છે એટલે આવા દર્દીના ૨ોગોને દૂર કરવામાં ઘણી તકલીફ પડે છે. પરંતુ તેમાં સફળતા ચોક્કસ મળે છે એ વાતમાં શંકા નથી.
जे एगं जाणइ, से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ । आचारांग सूत्र
JĒ ĒGAM JĀŅAI SĒ SAVVAM JĀŅAI, JĒ SAVVAM JĀŅAI SĒ ĒGAM JĀŅAI
"ONE, by knowing which all is known, All, by knowing which one is known" (Ācārānga sūtra)
Jain Education International
101
For Private & Personal Use Only
www.jainelibrary.org