________________
આભામંડળ વિશ્લેષણ, રોગનિદાન અને ચિકિત્સા
95 જણાય છે તે બધું સારવારથી સારું થઈ શકે તેમ છે.
છબી નં. એન-7 : આ છબી તા. 12 એપ્રિલ 2007ના દિવસે લેવામાં આવી છે. આ છબીમાં તા. 25 નવેમ્બર 2005ના દિવસે લેવામાં આવેલ છબી કરતાં વધુ શક્તિશાળી તથા વધુ શ્વેત આભામંડળ જોઈ શકાય છે. આ અંગેની સારવાર આભામંડળના શુદ્ધિકરણની પ્રક્રિયા જુલાઈ 2006 પછી શરૂ કરવામાં આવી હતી અને તે પણ કેટલાક કારણોસર ટુકડે ટુકડે કરેલ. વચ્ચે સળંગ બે ત્રણ વખત એક એક મહિના સુધી સારવાર કરી નહોતી તે છતાં આભામંડળમાં ઘણો નોંધપાત્ર સુધારો થયેલ જોવા મળે છે.
છબી નં. એન-8: આ છબી પણ તા. 12 એપ્રિલ 2007ના દિવસે લેવામાં આવી છે. છબી નં. એન-6માં પગમાં જે સખત કાળાશ જોવા મળે છે તે આભામંડળની સારવાર લીધા પછી આ છબીમા અદૃશ્ય થઈ ગયેલ જોઈ શકાય છે એટલું જ નહિ આસપાસનું આભામંડળ પણ એકદમ શુદ્ધ અને શ્વેત થયેલ જોવા મળે છે. જોવાની ખૂબી એ છે કે આ સારવારમાં કોઈ દવા ખાવાની હોતી નથી. માત્ર આભામંડળને શુદ્ધ કરવા માટેના અનુકુળ વનસ્પતિ, ખનિજ દ્રવ્ય અને તેલની એક નાનકડી ડબ્બી માત્ર સાથે રાખવાની હોય છે. અલબત્ત, આ વનસ્પતિ, ખનિજ દ્રવ્ય તથા તેલ બહુ કિંમતી હોય છે. પરંતુ અન્ય એલોપેથી દવાની સરખામણી કદાચ લાંબા ગાળે સસ્તી સાબિત થઈ શકે છે. આભામંડળની છબી દ્વારા રોગનિદાન :
અહીં આપવામાં આવેલી વ્યક્તિગત છબીઓમાં જે તે વ્યક્તિના નામ આપવામાં આવતા નથી કારણ કે મેડિકલ એથિક્સ પ્રમાણે કોઈની પણ ખાનગી વાત જાહેર કરવી નૈતિક રીતે યોગ્ય નથી. તેથી વાચકોને ખાસ વિનંતિ કે અહીં આપવામાં આવેલ છબીવાળી વ્યક્તિનું નામ, સરનામું મેળવવાની કોશિશ કરે નહિ.
છબી નં. 1: આ છબી ધ્યાન કરતાં પહેલાં લેવામાં આવી છે. તેમાં તે વ્યક્તિ તથા તેની આસપાસના સંપૂર્ણ વાતાવરણમાં કાળો રંગ તથા લાલ રંગ જ દેખાય છે. માત્ર જાંબલી રંગ કાંઈક અંશે સારો છે, એ સિવાય ક્યાંય વાદળી કે શ્વેત રંગ તો દેખાતો જ નથી. આભામંડળમાં દેખાતા રંગો આધારે કહી શકાય કે આ વ્યક્તિના મનમાં બહુ સારા વિચારો કે બહુ સારી તેની વૃત્તિ જણાતી નથી.
છબી નં. 2 : ઉપરની છબીવાળી વ્યક્તિએ માત્ર થોડીક જ મિનિટોનું ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org