________________
90
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન
13. દેખીતા કોઈપણ કારણ વગર ધંધામાં ખોટ આવે. 14. વ્યવસાયના સ્થળે બધાના જ ધંધા ખોટમાં ચાલતા હોય. ઉપર જણાવેલા કારણોમાંથી જેટલાં વધુ કારણો તેટલો વધુ જિયોપેથિક સ્ટ્રેસ જાણવો.
જિયોપેથિક સ્ટ્રેસની ચકાસણી લોબ એન્ટેના, લેચર એન્ટેના, પ્રોટોનામિટર વગેરે ઉપકરણો અથવા ડાઉઝીંગ દ્વારા થઈ શકે છે.
મારા પોતાના અનુભવમાં આવેલ એક જૈનાચાર્ય તથા બે જૈન સાધ્વીજીને કેન્સર થયેલ. તેમાં પણ જિયોપેથિક સ્ટ્રેસ જ કારણભૂત હતું. જૈન સાધુ-સાધ્વીના આહાર-વિહારના નિયમો અત્યંત કડક હોય છે. તેમાં કેન્સરપ્રદ કહી શકાય તેવા તમાકુ વગેરે માદક દ્રવ્યોના સેવનની છૂટ તો હોય જ ક્યાંથી? તેમ છતાં આવા કડક આચાર ચુસ્તપણે પાળનાર સાધુ-સાધ્વીજીને પણ કેન્સર જેવો જીવલેણ વ્યાધિ થાય ત્યારે લોકોને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. પણ જિયોપેથિક સ્ટ્રેસની વાત જાણ્યા પછી તેમાં નવાઈ પામવા જેવું કશું જ લાગતું નથી. તેમાં પણ ખાસ કરીને જ્યાં ઈશાન ખૂણામાં સંડાસ, બાથરુમ, જે મકાનમાં હોય છે ત્યાંનું જિયોપેથિક સ્ટ્રેસ કેન્સરનું કારણ બને છે. તેમાં તે મકાનના માલિકી હક્ક ધરાવનાર અગર તેમાં લાંબો સમય સુધી વસવાટ કરનાર વ્યક્તિને વધુ અસર કરે છે, અન્યોને નહિ.
અમારી કાર્યશાળા દરમ્યાન વાસ્તુનિષ્ણાત ડૉ. અમરેશભાઈ મહેતાએ પણ ટકાવારી દ્વારા આ વાત પુરવાર કરી હતી. તેમના કહેવા પ્રમાણે કેન્સરના કેસોમાં 65 ટકા કેસ એવા હોય છે કે જેમાં દરદીએ જિંદગીમાં ક્યારેય માદક દ્રવ્યોનું સેવન કર્યું હોતું નથી. ફક્ત 35 ટકા કેસમાં જ તમાકુનું સેવન કેન્સરનું કારણ હોય છે. 65 ટકા કેસમાં તમાકુ નહિ બલ્ક જિયોપેથિક સ્ટ્રેસ કેન્સરનું કારણ હોય છે. જિયોપેથિક સ્ટ્રેસ અને આભામંડળ : વાસ્તુ અર્થાત્ મકાનના આભામંડળમાં જિયોપેથિક સ્ટ્રેસના કારણે કાળો, લાલ અને પીળો રંગ વધુ માત્રામાં હોય છે. જો તે માટેનો યોગ્ય ઉપાય કરવામાં આવે તો જિયોપેથિક સ્ટ્રેસ દૂર થાય છે અને આભામંડળમાં પણ ઉપરોક્ત રંગોમાં પરિવર્તન થઈ શ્વેત, વાદળી, જાંબલી કે ગુલાબી રંગ આવે છે. જે આ સાથે આપેલ વાસ્તુના આભામંડળની છબીમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org