________________
88
આભામંડળ : જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન જિયોપેથિક સ્ટ્રેસના પરિણામો ઃ વૈજ્ઞાનિક સંશોધન : જિયોપેથિક સ્ટ્રેસના દુષ્પરિણામો ઉપર સંશોધન સૌપ્રથમ જર્મનીમાં 1920માં વિનર અને મેલ્સર નામના બે વિજ્ઞાનીઓએ કરેલ. તેમાં હજારો વ્યક્તિઓના કેસ તપાસી જિયોપેથિક સ્ટ્રેસ અને કેન્સરના રોગને સીધો સંબંધ હોવાનું પુરવાર કરેલ.
ડૉ. મેન્ફડ કરીએ શોધી કાઢયું કે સમગ્ર પૃથ્વીને આવરી લેતું વિદ્યુતું ઊર્જાવાળી રેખાઓનું એક નેટવર્ક અસ્તિત્વ ધરાવે છે. આ નેટવર્કની રેખાઓ ઈશાનથી નૈઋત્ય અને વાયવ્યથી અગ્નિ ખૂણે આશરે 3 મીટરના અંતરે પસાર થાય છે. આ રેખાઓ જ્યાં એક બીજાને છેદે છે ત્યાં બેવડી અશુભ-નકારાત્મક ઊર્જા પેદા થાય છે. જે માનવશરીરની આંતરિક સમતુલાને ખોરવી નાખે છે. તેમણે એ પણ સૂચવ્યું કે જે લોકો ધન વિદ્યુતુભારવાળા સ્થળે સૂતા હોય તેઓ કેન્સરનો શિકાર બને છે અને જેઓ ઋણ વિદ્યુતુભારવાળા સ્થળે સૂતા હોય તેઓને સોજાની બિમારી સતાવે છે.
જર્મનીના ડૉ. અર્નેસ્ટ હાર્ટમેને (Ernst Hartmann) 1950માં શોધી કાઢયું કે ઊર્જા રેખાઓનો બીજો એક પ્રવાહ ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ વહે છે અને તે 60થી 600 ફૂટ સુધી ખેંચાય છે. ઉત્તર-દક્ષિણ રેખાઓ લગભગ 6 ફૂટ 6 ઇંચે દેખાય છે અને પૂર્વ-પશ્ચિમ રેખાઓ લગભગ દર 8 ફૂટ 2 ઇંચે દેખાય છે. ડૉ. હાર્ટમેનનું સંશોધન જણાવે છે કે જ્યાં હાર્ટમેન ગાંઠ (Knot) હોય (જ્યાં એકાંતરે વહેતી નકારાત્મક ઊર્જાવાળી હાર્ટમેન રેખાઓ એક બીજાને છેદતી હોય) ત્યાં હાનિકારક વિકિરણ તીવ્રતમ હોય છે. તે જગ્યાએ કાર્યરત કે શયનસ્થ વ્યક્તિને સૌથી વધુ વિપરીત અસર થાય છે. જિયોપેથિક સ્ટ્રેસની અસરનો વિસ્તાર 2 થી 200 ફૂટ સુધીની લંબાઈ અને 600થી 30,000 ફૂટ સુધીની ઊંડાઈ,ઊંચાઈ સુધી હોય છે. કરી રેખા ઉપર અને હાર્ટમેન રેખા આવે છે ત્યારે ત્યાં સૌથી વધુ ખરાબ અસર ઉત્પન્ન થાય છે. આવા સ્થળે બનેલ અયોગ્ય સ્થાપત્ય અગર મકાનમાં ખરાબ ઊર્જાનું વાદળ બારે માસ ફસાયેલું રહે છે અને ત્યાં જ ફરતું રહીને ત્યાં રહેનારને અકસ્માતુ, અપમૃત્યુ અને રોગના યોગ ઊભા કરે છે.
જર્મનીના જ ડૉ.હાન્સ નાઈપર (Hans Nieper) નામના તબીબ દર્શાવે છે કે તેમના 92 ટકા કેન્સરના દરદીઓ, 75 ટકા એમ. એસ. (multiple sclerosis)ના દરદીઓ જિયોપેથિક સ્ટ્રેસ હેઠળ હતા. વોનપોહી નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org