________________
86
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન દૂષિત હોય તો વાસ્તુની નકારાત્મક ઊર્જા વધે છે અને તે રોગિષ્ઠ બને છે. વિશ્વ માન્ય આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પોતાના
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં 2000 ઇમારતોને માંદી ગણાવી છે તેમાં રહેનાર લોકોની તબિયત પણ ખરાબ રહેતી હતી અને ધંધા પણ બરાબર ચાલતા નહોતા, તેમાં તેઓને ઘણી ખોટ આવતી હતી. બારીઓ (વેન્ટિલેશન), પ્રકાશ (લાઈટિંગ) તથા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક સુધારા કર્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહિ તેથી ભૂમિગતરોગ (Geopathic stress)ના કારણે તે ઇમારતોને માંદી જાહેર કરવામાં આવી.
મહત્ત્વની વાત એ છે કે જ્યાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન થતું નથી ત્યાં જિયોપેથિક સ્ટ્રેસ વધુ હોય છે. જિયોપેથી(ભૂમિગતરોગ-વિજ્ઞાન)માં મકાન અને ભૂમિમાંથી નીકળતા અદૃશ્ય વિકિરણો અર્થાત્ radiations ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જે જમીન કે મકાનમાંથી નીકળતા વિકિરણો વિસંવાદી હોય તે જમીન કે મકાનનું શક્તિકવચ ખામીયુક્ત બને છે. તેથી ત્યાં રહેનારને માંદગી, અશાંતિ કે આર્થિક નુકસાન થાય છે. જેમ બેક્ટરિયા પેથોજનિક હોય છે તેમ જમીન પણ પેથોજનિક હોય છે. અલબત્ત, પેથોજનિક બેક્ટરિયા પોતે રોગીષ્ઠ હોતા નથી પરંતુ તેને કારણે લોકોને રોગો થાય છે. જ્યારે જમીન કે મકાન જો પેથોજનિક હોય તો તે પોતે જ માંદા ગણાય છે અને તેનાથી તેમાં રહેનારને કોઈ ને કોઈ રોગ થાય છે. સદીઓ પહેલાં આપણા પૂર્વજો અને શાસ્ત્રકારોએ જે તરફ લાલબત્તી ધરી હતી એ જમીન અને મકાનની માંદગીને આજે મોટાભાગના ભૂ-રોગ વિજ્ઞાનીઓ માન્યતા આપે છે.
વાસ્તુશાસ્ત્રમાં દિશા-દોષ અથવા ઘટક-દોષને વાસ્તુપીડાનું કારણ માનવામાં આવે છે. દા. ત. સામાન્ય રીતે પૂર્વાભિમુખ દ્વાર સહુથી વધુ શુભ છે. જો દ્વારા દક્ષિણાભિમુખ હોય તો તે રહેનારનું અહિત નોંતરે છે. ઉત્તર દિશા ઉપર કુબેરનું આધિપત્ય હોવાથી તેને પણ શુભ માનવામાં આવે છે. મકાનનો કોઈ ખૂણો કે દિશા બરાબર ન હોય તો તેમાં રહેનારને તે ખૂણા કે દિશા સંબંધિત અંગમાં રોગ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે –
વાયવ્ય ખૂણાની ઉત્તર તરફનો ભાગ જો બરાબર ન હોય તો તે ઘરમાં રહેનારને ડાબા ફેફસાની તકલીફ થઈ શકે છે. ઉત્તર દિશા બરાબર ન હોય તો યોગ્ય વાતાવરણ ન મળે અને આહાર-પાનીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઈશાન ખૂણાની ઉત્તર તરફનો ભાગ બરાબર ન હોય તો હૃદયની તકલીફ થવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org