________________
85
આણામંડળ અંગોનું પ્રાયોdi= સંશોધન સંશોધક ડૉ. અમરેશભાઈ મહેતા, (વાસ્તુનિષ્ણાત) અમદાવાદ
વિશ્લેષણ અને રજૂઆતઃ આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિ
વામાંગાસ્ત્ર અને વાસાનું આણામંડળ
દરેક સજીવ નિર્જીવ પદાર્થને પોતાનું આભામંડળ હોય છે. જેમ દરેક વ્યક્તિને આભામંડળ હોય તેમ તેના મકાન - વાસ્તુને પણ એક આગવું આભામંડળ હોય છે. એ આભામંડળની પરસ્પર એક બીજા ઉપર અસર થાય છે. જેમ કોઈ મંદિર, દેરાસર કે સંત પુરુષના આશ્રમ, ઉપાશ્રય વગેરેમાં જનારને શાંતિનો અનુભવ થાય છે તે જ રીતે કોઈ સારા આભામંડળ ધરાવતા મકાનમાં જતાં જ તેના હકારાત્મક સ્પંદનો / તરંગો (Positive vibrations) કે શક્તિ (Energy)નો અચાનક અનુભવ થવા લાગે છે. દૂષિત આભામંડળ ધરાવતા સ્થાનમાં જતાં જ આપણું મન અજ્ઞાત વિષાદ કે ચિંતાથી ઘેરાઈ જાય છે કારણ કે તે સ્થાનમાં હંમેશા નકારાત્મક સ્પંદનો કે શક્તિ (Negative vibrations - Energy) સતત ઉત્પન્ન થતી હોય છે.
વાસ્તુના સંદર્ભમાં આભામંડળનો ઉપયોગ એ બહુ વિશાળ વિષય છે. નવેમ્બર, 2005માં શ્રીમતી પૂર્ણિમાબેન મહેતાએ અને મેં, આંતરરાષ્ટ્રિય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ અને ભારતીય પ્રાચીન સાહિત્ય dsulfats 2024 alat zizel (Research Institute of Scientific Secrets from Indian Oriental Scriptures - RISSIOS), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. 21 થી 26 સુધી એક પડ઼ દિવસી કાર્યશાળા યોજેલ. "આભામંડળનું સ્વરૂપ અને તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ" એ વિષય ઉપર યોજાયેલ આ કાર્યશાળામાં વાસ્તુનિષ્ણાત ડૉ. અમરેશભાઈ મહેતાએ પોતાના અનુભવોનું વર્ણન કરતાં જણાવેલ કે વાસ્તુના આભામંડળનો પણ આપણા શરીર, મન અને જીવન ઉપર પ્રભાવ પડે છે.
વાસ્તુશાસ્ત્ર દિશાઓ તથા ઊર્જા ઉપર આધારિત છે. દરેક દિશા અમુક વૈશ્વિક શક્તિ (Cosmic Energy) તથા શરીરના અમુક અંગનું સ્વામીત્વ ધરાવે છે. વળી દરેક વાસ્તુના ચાર ઘટક હોય છે : 1. ભૂમિ, 2. પ્રાસાદ, 3. પાન અને 4. શયન. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ દિશા અથવા કોઈ પણ ઘટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org