________________
વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુનું આભામંડળ
તબીબે 'સેન્ટ્રલ કમિટિ ફોર કેન્સર, બર્લિન'માં એ સાબિત કર્યું છે કે જિયોપેથિક સ્ટ્રેસવાળી જમીન પર સમય ગાળ્યો હોય અને ખાસ કરીને ત્યાં નિંદ્રા લીધી હોય એવા લોકો અચૂક કેન્સ૨નો ભોગ બને છે. 5348 કેસોનું ઊંડું સંશોધન કર્યા બાદ ડૉ. હેગરે પણ એજ નિષ્કર્ષ પર પહોંચ્યા કે એ તમામ દરદીઓમાં કેન્સરના ઉદ્ભવનું કારણ જિયોપેથિક સ્ટ્રેસ હતો.
ડલવિચ હેલ્થ સોસાયટી (યુ. કે.) એ 25,000 માંદા લોકોના સર્વે કરેલ અને છેવટે એ તારણ કાઢેલ કે 95 ટકા કેન્સરના દરદી જિયોપેથિક સ્ટ્રેસમાં રહેતા હતા. જિયોપેથિક સ્ટ્રેસ હેઠળ ૨હેતા બાળકો હાઈપર એક્ટિવ બાળકોના સમૂહમાં 95 ટકા હિસ્સો ધરાવતા હતા. ગર્ભપાતનો શિકાર બનનાર સ્ત્રીઓમાંની 80 ટકા સ્ત્રીઓ જિયોપેથિક સ્ટ્રેસમાં રહેતી હતી. છૂટાછેડા લેનાર લોકોમાંના 80 ટકા જિયોપેથિક સ્ટ્રેસવાળી જગ્યામાં ૨હેતા
હતા.
ફ્રાન્સ અને અન્ય દેશોમાં પણ આ અંગે સંશોધન કરવામાં આવેલ. ખામીયુક્ત કોઈપણ મકાન કે સ્થાપત્યમાં જિયોપેથિક સ્ટ્રેસ હોઈ શકે છે અને તેની અસર પશુ-પક્ષીઓ અને વનસ્પતિ ઉપર સુદ્ધાં પડે છે. જેયોપેથિક સ્ટ્રેસ અંગે ચેતવણીનાં ચિહનો :
1. જ્યારે કોઈ મકાનની પાસે જતાં સામાન્ય માણસનું બલ્ડપ્રેશર કોઈપણ કારણ વગર એકદમ વધી જાય અને દૂર જતાં પાછું સામાન્ય થાય.
2. ગંદકી ન હોય તો પણ ગંદકીની વાસ આવ્યા કરે.
3. કૂતરો અંદર રહેવા તૈયાર ન થાય કે કોઈ ખાસ જગ્યાએ જાય નહિ.
4. કોઈક જગ્યા ઉપર બિલાડી વધુ જતી હોય કે રહેતી હોય.
5. કોઈક એક માળ અન્ય માળ કરતાં વધુ ઠંડો લાગે.
6. પગથિયા કે બાથરુમ જેવી જગ્યામાં સતત અકસ્માતો થયા કરે.
7. રાત્રે સંપૂર્ણ ઉંઘ લીધી હોવા છતાં આરામ ન અનુભવાય.
8. એલર્જિક બિમારીઓ થાય.
89
9. કોઈપણ જાતના કા૨ણ વગર વધુ ક્રિયાશીલતા કે ઉગ્રતા અનુભવાય.
10. કારણ વગર સાંધામાં કે કમરમાં દુઃખાવો ૨હે.
11. એ જગ્યામાં આવતા અચાનક માથું ભારે થઈ જાય અને તે જગ્યાએથી દૂર જતાં પાછું બરાબર થઈ જાય.
12. સતત ભયની લાગણી રહ્યા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org