________________
વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુનું આભામંડળ
91
છબી વાસ્તુ નં. 1: આ છબી એક ભાઈના ઘરમંદિરની છે. આમ તો આ છબીમાં વાદળી રંગ વિપુલ પ્રમાણમાં છે તેથી સારું કહી શકાય પરંતુ જે જગ્યામાં પ્રભુ - પરમાત્માનો વાસ હોય તે જગ્યાનું આભામંડળ પણ અત્યંત પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ અર્થાતુ તદ્દન શ્વેત રંગનું હોવું જોઈએ પણ અહીં વાદળી રંગ જ ઘણો છે તેથી તે સારું કહેવાય નહિ. ડૉ. અમરેશભાઈ મહેતાએ તેમના ઘરમંદિરની તપાસ કરવાની પરવાનગી લઈ તેમાં તપાસ કરતાં એક નાનકડી પણ ખંડિત પ્રભુ પ્રતિમા જોઈ તે દૂર કરવા કહ્યું અને દૂર કરી તરત તે જ જગ્યાની પુનઃ છબી લેવામાં આવી. તે છબી આ સાથે છબી નં. 2 તરીકે આપવામાં આવી છે.
છબી વાસ્તુ નં. 2: આ છબીમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘરમંદિરમાં પ્રભુ પ્રતિમાની છબીની આસપાસ બધે જ એકદમ શ્વેત રંગનું આભામંડળ જોવા મળે છે અને પહેલાં પ્રભુની છબીમાં જ્યાં લીલો રંગ દેખાતો હતો ત્યાં પણ હવે વાદળી અને શ્વેત રંગ દેખાય છે. જે ઘરમંદિરના વાતાવરણ અને આભામંડળમાં થયેલો સુધારો જણાવે છે.
છબી વાસ્તુ . 3: આ છબી એક ભાઈની ઓફિસના આભામંડળની છે. આ ખાસ કોઈ કાળો કે લાલ રંગ નથી. આ છબીને મધ્યમ કહી શકાય. આ પ્રકારની ઓફિસમાં બેસનારને ખાસ કોઈ તકલીફ ન પડે પરંતુ તેની કોઈ જાતની પ્રગતિ પણ ન થાય અને તે અંગે તેના મનમાં સતત ઉચાટ રહ્યા કરે, અજંપો રહે.
છબી વાસ્તુ નં. 4 : ઉપરની છબીવાળા વાસ્તુની ખામી શોધી તેને સુધારવામાં આવ્યા બાદ આ બીજી છબી લેવામાં આવી છે. આ છબીમાં આપ સ્પષ્ટ જોઈ શકશો કે ઓફિસમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સામાન્ય ફેરફાર કે સારવાર કર્યા પછી વાસ્તુના આભામંડળમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. આ છબીમાં સફેદ રંગ જ સૌથી વધુ પ્રમાણમાં છે. આ પ્રકારની ઓફિસમાં બેસનારનું મન પણ પ્રસન્ન રહે છે અને ધંધામાં અર્થાતુ આવકમાં વધારો પણ થાય છે.
છબી વાસ્તુ નં. 5: આ છબી મકાનની અંદરના આભામંડળની છે તેમાં કાળો રંગ ખૂબ જ વધુ છે. અર્થાત્ આ ખંડ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બરાબર નથી. તેમાં રહેલી વસ્તુઓની પુનઃ ગોઠવણી કરતાં અને તે સિવાય વાસ્તુને લગતા બીજા ઉપાયો કરતાં તેના આભામંડળમાં ઘણું પરિવર્તન થયેલ આ પછીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org