________________
78
આભામંડળ : જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન આ પરિણામ એક બીજી વાતનો પણ નિર્દેશ કરે છે તે એ છે કે ભારતીય પરંપરામાં સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઉત્તર દિશામાં મસ્તક રાખી સુઈ જતી નથી. જ્યારે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ તરફ મસ્તક રાખી સૂઈ જવાનું કહેવામાં આવે છે. એ માટેનું એક કારણ એ આપવામાં આવે છે કે દક્ષિણ દિશાનો અધિપતિ યમરાજ છે. પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોય છે તે જ રીતે પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય છે પરિણામે ઉત્તર તરફ મસ્તક રાખી સૂઈ જવાથી આપણા મસ્તક તરફ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવતાં રોગોની વૃદ્ધિ થઈ મનુષ્ય મૃત્યુ તરફ ધકેલાય છે.
બીજી વાત એ કે આપણું શરીર સ્વયં એક ચુંબક છે અને તેના ઉપરના ભાગમાં ઉત્તર ધ્રુવ છે, જ્યારે નીચેના ભાગમાં દક્ષિણ ધ્રુવ છે એમ માનવામાં આવે છે, તેથી જ્યારે ઉત્તર દિશામાં મસ્તક રાખી સૂઈ જવામાં આવે છે ત્યારે આપણા શરીરના ઉત્તર ધ્રુવની સાથે પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવતાં વીજ-ચુંબકીય શક્તિનું ચક્ર પુરું થતાં આપણા શરીરની જૈવિક વીજ-ચુંબકીય શક્તિ વપરાઈ જાય છે, પરિણામે મૃત્યુ નીપજે છે. બીજી તરફ મેગ્નેટ ડાઉઝીંગ કરનાર એમ માને છે કે આપણા બંને પગમાં ધ્રુવ હોય છે અને તેમની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે.
આમ ચુંબકીય ચિકિત્સા પદ્ધતિ અને આભામંડળ પરસ્પર ખૂબ જ સંકળાયેલ છે. પિરામિડ ચિકિત્સા : પૂર્વે બતાવ્યું તે રીતે આભામંડળ એ વૈશ્વિક ઊર્જાનો જ એક અંશ છે. તે જ રીતે પિરામીડમાં પણ વૈશ્વિક ઊર્જા સંગ્રહિત થાય છે. પિરામીડની રચના અને તેમાં સંગ્રહિત શક્તિ અંગે પશ્ચિમમાં ઘણાં સંશોધનો થયાં છે અને તે ઉપર ઘણા પુસ્તકો લખવામાં આવ્યાં છે.
પિરામીડના આકારમાં કોઈ વિશિષ્ટ ન સમજાવી શકાય તેવી અથવા અજ્ઞાત શક્તિ રહેલી છે તેવો ખ્યાલ નવો નથી અર્થાત્ આ માન્યતા ખૂબ જૂની છે.”
ઘણા મનોવિજ્ઞાનીઓ માને છે કે પિરામીડમાં પ્રબળ શક્તિ હોઈ જે આધ્યાત્મિક ધ્યાનની પ્રક્રિયા દરમ્યાન આપણા બંધ થઈ ગયેલા માનસિક માર્ગોને ખુલ્લા કરે છે.23 અલ મેનીંગ નામના વિજ્ઞાની સમજાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org