Book Title: Abhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 82
________________ 80 આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન માટે તે દર્દીને નાના પિરામીડના કેન્દ્રની નીચે અવળો કે સવળો હાથ રાખવાની સલાહ આપે છે.29 પિરામીડમાં ધ્યાન કરનારા સલાહ આપે છે કે પિરામીડના કેન્દ્રની નીચે તેના પાયાથી એક તૃતીયાંશ ઊંચાઈએ ચક્રોને ઉપરની તરફ રાખી બેસવાથી સારાં પરિણામો મળે છે.30 એક્યુપંકચર ચિકિત્સા તથા એક્યુપ્રેશર ચિકિત્સા : જે રીતે આભામંડળ અને ચુંબકીય ચિકિત્સા પદ્ધતિ પરસ્પર સંકળાયેલ છે તે રીતે એક્યુપંકચર ચિકિત્સા તથા એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિ પણ પરસ્પર સંકળાયેલ છે. અમદાવાદમાં રહેતા શ્રી અવિનાશ બ્રહ્મભટ્ટ નામના એક સંશોધકે ઘણા વર્ષો પૂર્વે એક કિર્લિયન કેમેરો બનાવેલ જેના દ્વારા એક્સ રેની ફિલ્મ ઉપર આપણા આભામંડળની છબી લઈ શકાતી હતી અને આપણી હથેળીના આભામંડળની છબીમાં એક્યુપંકચર ચિત્સા પદ્ધતિમાં બતાવેલ બિન્દુઓ સ્પષ્ટ દેખાતાં હતાં. આ અંગે પાશ્ચાત્ય સંશોધકો કહે છે કે આપણી હથેળીમાં આવેલ બે નાના ચક્રો સારવાર માટે ખૂબ અગત્યના છે. તેમાંથી શક્તિની રેખાઓ સાત વખત પસાર થાય છે અને તે દ્વારા બીજા નાના ચક્રો રચાય છે. આ સિવાય બીજા ઝીણા ઝીણા શક્તિ કેન્દ્રો છે જેમાંથી આ રેખાઓ ઘણી વખત પસાર થાય છે. ટાન્સેલી કહે છે કે આ ઝીણા ઝીણા ચક્રો એક્યુપંકચર નામની ચાઈનીઝ સારવાર પદ્ધતિમાં બિન્દુઓ સાથે મળતાં આવે છે.' આ એક્યુપંકચર અને એક્યુપ્રેશર ચિકિત્સામાં તે તે બિન્દુઓ ઉપર દબાણ આપી અથવા તે તે બિન્દુઓ ઉપર સોય ભોંકી આપણા આભામંડળની ક્ષતિઓને દૂર કરવામાં આવે છે. પરિણામે એ ક્ષતિઓ દૂર થતાં જ આપણું શરીર તંદુરસ્ત બને છે. સંદર્ભઃ 1. Reiki is the Japanese word for Universal Life Force Energy. Empowerment Through Reiki by Paula Horan, P. 17 2. Ibid, See Chapter 10, Extra Tools to use with Reiki 3. These SOEFs are moving faster than the speed of light and also simultaneously slower than the speed of light, reflecting the Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120