________________
75
* *
* * * *
*
*
*
*
*
- - - * *
-
-
{ આભામંડળ અને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓ બનાવવા માટે સમૂહ રેકી અને ક્રિસ્ટલ હિલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આનું કારણ બતાવતાં ટોક્સિમિયા નિષ્ણાત ડૉ. ટિલ્હનનું કહેવું છે કે શરીરને નિર્વિષ કરવાની શક્તિનો આધાર જીવન શક્તિ ઉપર છે. જો જીવન શિક્તિ (vitality) વધુ હોય તો શરીર ઝડપથી અને સારી રીતે નિર્વિષ થઈ જાય છે. રેકી સારવાર જીવન શક્તિ (vitality) વધારે છે અને તેથી જ શરીરને નિર્વિષ બનાવવાની તાકાત પણ વધારે છે.*
જીવ-રસાયણ વિજ્ઞાન પ્રમાણે જ્યાં સુધી મનુષ્યનું શરીર પાણી દ્વારા સ્વચ્છ થતું નથી અને મગજ/મન અગ્નિથી શુદ્ધ બનતું નથી ત્યાં સુધી તેને અધ્યાત્મનો અનુભવ થતો નથી. રેકી આમાં મદદ કરે છે.
સ્ટેન્ફોર્ડમાં સંશોધકોએ અત્યંત સૂક્ષ્મગ્રાહી વૈજ્ઞાનિક ઉપકરણ કે જેના દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરતી શક્તિના પ્રવાહને માપી શકાય છે તેનો ઉપયોગ કરીને નક્કી કર્યું છે કે રેકી શક્તિ રેકી સારવાર કરનારના શરીરમાં તેના મસ્તકની ઉપરના સહસ્ત્રાર ચક્ર દ્વારા પ્રવેશ કરે છે અને હાથ દ્વારા બહાર નીકળે છે. આ શક્તિ પ્રવાહ વિષુવવૃત્તથી ઉત્તરે ઉત્તર દિશામાંથી આવે છે અને વિષુવવૃત્તથી દક્ષિણે દક્ષિણ દિશામાંથી આવે છે. વધુમાં એક વખત રેકી શક્તિ કાર્યાન્વિત થઈ જાય પછી તેનો પ્રવાહ ડી. એન. એ ની જોડ જેવો દક્ષિણાવર્ત સર્પાકાર ગતિમાં વહે છે. 10
રેકી સારવાર દરમ્યાન રેકી આપનારના હાથમાંથી નીકળતી શક્તિનો જથ્થો ચોક્કસ રીતે વધતો હોય છે. ન્યૂ મેક્સિકોના સાન્તા ફેના સુખ્યાત સંશોધક ડૉ. બારા ફિશર કિલિયન ફોટોગ્રાફી વડે જીવન શક્તિને સમજાવતી કુશળતાયુક્ત પ્રક્રિયા વિકસાવી છે. આ પદ્ધતિની લેખકે પહેલાં હાજર રહેલ દર્દી ઉપર અને પછી ગેરહાજર દર્દીની સારવાર દરમ્યાન પ્રયોગાત્મક કસોટી કરી છે. ગેરહાજર દર્દીને દૂર રહ્યા રહ્યા સારવાર આપતી વખતે લીધેલા કિર્લિયન ફોટામાં આભામંડળમાંથી નીકળતા કિરણો વધુ હતાં જ્યારે સારવાર પહેલાં લીધેલા ફોટામાં તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં હતાં. 1
આ પરિણામ એમ બતાવે છે કે રેકી સારવાર આભામંડળને વધુ વિસ્તૃત અને વધુ શક્તિશાળી બનાવે છે. 12 રેકી સારવાર ફક્ત હાડકાં અને કોષિકાઓના પુનર્નિર્માણ અને પુનઃ કાર્યાન્વિત કરવામાં મદદ કરવા દ્વારા આપણા શરીરના રાસાયણિક બંધારણમાં જ ફેરફાર કરતી નથી પરંતુ તે માનસિક સ્તરે પણ સમતુલા પ્રાપ્ત કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org