________________
આભામંડળ અને શૈક્ષણિક ચિકિત્સા પદ્ધઓ
આભામંડળની સાથે સંબંધ ધરાવતી અન્ય ઘણી ચિકિત્સા પદ્ધતિઓ છે જેમાં રેકી, ચુંબકીય ચિકિત્સા તથા પિરામીડ ચિકિત્સા મુખ્ય છે. એ સિવાય એક્યુપંકચર અને એક્યુપ્રેશર પણ તેમાં સહાયક બની શકે છે. રેકી ચિકિત્સા : રેકી ચિકિત્સા પદ્ધતિ સીધે સીધી આભામંડળ સાથે સંકળાયેલી છે. મેં પોતે પણ રેકી ચિકિત્સા પદ્ધતિનો બે તબક્કા (Degree) સુધીનો અભ્યાસ કરેલો છે અને તેમાં મારા પોતાના આભામંડળના સ્પર્શનો અનુભવ પણ કર્યો છે. રેકીનો છેલ્લા 25-30 વર્ષમાં ખૂબ જ પ્રચાર અને પ્રસાર થયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે કોઈ ધાર્મિક સંપ્રદાય ગત ચિકિત્સા પદ્ધતિ નથી. જો કે આ પદ્ધતિ અત્યારે તો જાપાનથી આવેલી છે પરંતુ તેનું મૂળ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં રહેલું છે, એમાં કોઈ સંદેહ નથી. રેકી એ જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ છે વૈશ્વિક જીવન સંચાલક શક્તિ.'
જે રીતે આભામંડળના સાત સ્તર જોવા મળે છે અને તે આપણા સૂક્ષ્મ શરીરગત સાત ચક્રો અને સાત રંગો સાથે સંબંધિત છે તે જ રીતે રેકી પણ આપણા સૂક્ષ્મ શરીરગત સાત ચક્રો અને સાત રંગ સાથે સંકળાયેલ છે. 2
અમેરિકામાં સૌ પ્રથમ કુંડલીની ક્લિનિકના સ્થાપક, રેકી માસ્ટર અને "Spiritual Nutrition and Rainbow Diet" 4201 full alus ollolat slad-z4 (Gabriel Cousens) ulul elalu(Paula Horan)-1 yersoll પ્રસ્તાવનામાં આભામંડળ અંગે લખે છે કે આ સૂક્ષ્મ સંયોજક શક્તિ ક્ષેત્રો (Subtle Organizing Energy Fields - SOEF) - Ola uslelu- olla કરતાં પણ વધુ છે અને એ જ સમયે તેની ગતિ પ્રકાશ કરતાં ઘણી ઓછી પણ હોય છે જે મનુષ્યની બહુપરિમાણીય પરિસ્થિતિનું પ્રતિબિંબ રજૂ કરે છે.'
આ સૂક્ષ્મ સંચાલક શક્તિ ક્ષેત્રો પ્રકાશ કરતાં વધુ ગતિવાળી વૈશ્વિક શક્તિને પ્રકાશ કરતાં ઓછી શક્તિવાળા આપણા શરીરમાં પ્રવેશ કરવાના દ્વાર તરીકે કામ કરે છે જેને આપણે યોગની ભાષામાં ચક્રો તરીકે ઓળખીએ છીએ. અને તે આપણા ભૌતિક, મનોમય, ભાવનાત્મક શરીરના બંધારણ તથા કાર્ય માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org