________________
32
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન અને એ સાથે સાજા થવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બને છે.”
અહીં એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે આ પૃથ્વી પરની પ્રત્યેક મહાન સંસ્કૃતિમાં એક અવિચ્છિન્ન પરંપરા રહી છે કે હંમેશાં ભોજન કરતાં પહેલાં આહાર વિશે - આહાર ઉપર હકારાત્મક ભાવનાઓ યુક્ત ધ્યાન કરવું. આ વાત એ હકીકત સિદ્ધ કરે છે કે આ રીતે આપણે કુદરત, ભગવાન કે વિશ્વ/બ્રહ્માંડ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. આભામંડળ અંગે રશિયામાં થયેલાં તાજેતરના સંશોધનોએ બતાવી આપ્યું છે કે આ પ્રકારનાં ધ્યાન કરવા માટેનાં પ્રબળ કારણો હોય છે. આહારનો ઉપયોગ કરતાં પહેલાં જો આ રીતે હકારાત્મક ચૈતસિક શક્તિ દ્વારા આહારને વીજભારાન્વિત કરવામાં આવે તો તે આહાર આપણા શરીર સાથે વધુ સુસંગત થાય છે અને વધુ પોષણક્ષમ પણ બને છે.33
એ પણ ખરેખર સંભવિત છે કે જીવનનાં રહસ્યોનો સંબંધ, પાણીની ચૈતસિક માહિતીનો સંગ્રહ કરવાની અને તેને છેલ્લામાં છેલ્લી માહિતીથી સુસંસ્કૃત કરવાની શક્તિ સાથે છે. પ્રાચીન કથાઓમાં આવતા, અલૌકિક લક્ષણો ધરાવતા, ચૈતન્યયુક્ત અથવા આશીર્વાદયુક્ત/અભિમંત્રિત પાણીમાં કોઈક નક્કર વૈજ્ઞાનિક કારણ હોવું જોઈએ, એવું પાણીનાં રહસ્યો અંગે થયેલાં નવાં સંશોધનોની દષ્ટિએ કહી શકાય.
આ અંગે સૌથી સારા સમાચાર એ છે કે હવે આવું પાણી આપણે આ પૃથ્વી ઉપર પણ બનાવી શકીએ છીએ એટલું જ નહિ તેના આભામંડળને કિલિયન ફોટોગ્રાફીનાં સાધનો દ્વારા જોઈ શકીએ છીએ અને તેની પરીક્ષા પણ કરી શકીએ છીએ. અલબત્ત, જ્યારે આવી વિશિષ્ટ શક્તિસંપન્ન વ્યક્તિ, દા. ત. મંત્રારાધક એકાગ્રતા દ્વારા પાણીને અભિમંત્રિત કરતી હોય છે તે દૃશ્ય ખરેખર દર્શનીય હોય છે. છતાં આપણામાંના ઘણા આનો અભ્યાસ કરી શકે છે, એ હવે અતિ સુસંભવિત છે.35
હવે એ વાતનો પ્રતિકાર પણ થઈ શકે તેમ નથી કે આપણા બુદ્ધિશાળી પૂર્વજો આ 20મી સદીના વિજ્ઞાનની કલ્પનાઓ કરતાં પણ વધુ જાણતા હતા. કમનસીબે, આપણા આ પ્રાચીન જ્ઞાનમાંથી કેટલુંક કુદરતી આપત્તિઓના કારણે અને બાકીનું આપણી જંગાલિયત તથા સામાજિક નેતાઓના, કેટલીય પેઢીઓ સુધીના નેતાઓના ભૌતિકવાદી વલણો, તથા લોકો ઉપર પ્રભુત્વ જમાવવાના હેતુથી જેમણે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો, ક્રિયાકાંડો અને ભયોના કારણે મહદંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org