________________
આભામંડળ : જેને જ્યોતિષશાસ્ત્ર અને રત્ન-ચિકિત્સા
67 દ્વારા પુનઃ તે વ્યક્તિના શરીરમાં દાખલ કરે છે. આ રીતે રંગીન કિરણોની વધઘટને રત્નો સમતોલ કરે છે અર્થાત્ વધારાના રંગીન કિરણોની તીવ્રતાને ઘટાડે છે અને જે રંગનાં કિરણો ઓછાં હોય તેની તીવ્રતા વધારી આપે છે. જીવનના અનુભવો વધુ સ્પષ્ટ બને છે અને તેથી વધુ કુશળતા / જ્ઞાન પ્રાપ્ત થાય છે. 26
આ રંગીન રત્નોને એકલા હાર તરીકે પહેરવા તે એક ઉપયોગ છે અને તેને રોગનિવારક હીરાની સાથે પહેરવા તે તેનો બીજો વિશિષ્ટ ઉપયોગ છે.27
આ રત્નો ગળામાં હાર સ્વરૂપે પહેર્યા હોય અને રોગનિવારક હીરા શરીરના અન્ય વિશિષ્ટ ભાગો ઉપર સામાન્ય રીતે જ પહેર્યા હોય તો પણ રોગનિવારક હીરા આ રંગીન રત્નોની અસરને ખૂબ જ તીવ્ર બનાવે છે.28 રત્નો દ્વારા જો આભામંડળમાં પૂરતી શક્તિ આવી જાય તો તે વધારાની શક્તિને રત્નો તરફ પાછી મોકલે છે અને એ રીતે રત્નો પણ એ વાત જાણી
લે છે.
આ રીતે રત્નો આભામંડળમાંનાં રંગોને સમતોલ કરી, રોગોનું નિવારણ કરવાની શક્તિ ધરાવે છે. આ રત્નોમાં દરેકને પોતાના રંગ તથા વિશિષ્ટતા હોય છે અને એ પ્રમાણે એનો રત્નચિકિત્સામાં ઉપયોગ થાય છે. રત્નોના ઘણા પ્રકાર છે. તેમાં કેટલાંક બહુમૂલ્ય છે તો કેટલાંક અલ્પમૂલ્યવાળાં છે. બહુમૂલ્ય રત્નોને અંગ્રેજીમાં Precious Gemstones કહે છે તો અલ્પમૂલ્યવાળાં રત્નોને Semiprecious Gemstones કહે છે. પ્રત્યેક રત્નનો પરિચય તથા ઉપયોગિતા દર્શાવવા જતાં એક મોટું પુસ્તક લખાઈ જાય તેથી અહીં ફક્ત મુખ્ય મુખ્ય બહુમૂલ્ય રત્નોનો જ પરિચય તથા સામાન્ય ઔષધીય ઉપયોગિતા બતાવવામાં આવી છે.
માણેક (Ruby) : આ રત્ન ગુલાબી લાલ રંગનું હોય છે. તે લાલ કિરણોનું વહન કરે છે. જે હૃદય માટે ઉપયોગી છે તથા ભાવનાત્મક લાગણીઓ સાથે સંબંધ ધરાવે છે. એ સિવાય ચેપ/પરૂ, કોલેસ્ટેરોલ, લોહીનું ગઠાઈ જવું વગેરેમાં ઉપયોગી છે. તે લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે.
મોતી (Pearl) : આ નંગ શ્વેત અર્થાત્ સાતેય રંગનું વહન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org