________________
68
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન
કેલશ્યમની ઊણપ, આંખના રોગ, ટી.બી., લોહીનું ઊંચું દબાણ તથા માનસિક નબળાઈ વગેરેમાં ઉપયોગી છે.
પરવાળા (Coral) : આ રત્ન લાલ રંગનું છે. સ્નાયુ, લોહી, હૃદય, પ્રજનનતંત્ર, થાઇરોઇડ, પાચનતંત્ર, કરોડરજ્જુ, હાડકાં તથા નવા કોષો પેદા કરવાના કાર્યમાં ખૂબ જ ઉપયોગી છે. લોહીનું દબાણ ઊંચું રહેતું હોય તેમણે પરવાળાનો ઔષધ તરીકે ઉપયોગ કરવો નહિ.
પન્ના (Emerald) : આ રત્ન લીલા રંગનાં કિરણોનું વહન કરે છે અને તે શારીરિક રૂઝ લાવવા માટે ઉપયોગી છે. શ્વસનતંત્ર, હૃદય, લોહી, ડાયાબિટીસ, આંખનાં રોગો વગેરેમાં ઉપયોગી છે. હૃદય ચક્રને તે મજબૂત કરે છે.
પોખરાજ (Yellow Sapphire અથવાTopaz) : આ રત્ન પીળા રંગના કિરણોનું વહન કરે છે. તે બળતરા શાંત કરી શાંતિ આપે છે. તાવ, ટી. બી., દાઝ્યા હોય ત્યારે, માનસિક અસ્વસ્થતા વગેરેમાં ઉપયોગી છે. આંતરસ્ફૂરણા તથા આધ્યાત્મિક વિકાસ, અધ્યયન આદિમાં તે સહાયક છે.
હીરો (Diamond) : અંગત વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ, સ્પષ્ટ વિચારો વગેરે માટે હીરો ઉપયોગી છે.
નીલમ (Blue Sapphire) : આ ૨ત્ન વાદળી રંગનાં કિરણોનું વહન કરે છે જે પ્રત્યેક વ્યક્તિની માનસિક તંદુરસ્તી/આરોગ્ય માટે ઉપયોગી છે. તાવ, ફેફર, અપસ્માર, વાઈ, ગાંડપણ, હેડકી વગેરે રોગોમાં તે ઉપયોગી છે.
ગોમેદક : આ રત્ન રાહુનું છે. તે ચામડીના રોગો, હરસ-મસા, પેટની ચૂંક/દુઃખાવો વગેરેમાં ઉપયોગી છે.
લસણિયું (Cat's eye): આ રત્ન કેતુનું છે. કફ અને કફજન્ય રોગો, હ૨સ-મસા અને કેટલાક આંખનાં રોગોમાં તે ઉપયોગી છે.
આ રીતે કિલિયન ફોટોગ્રાફી દ્વારા આપણા આભામંડળના રંગોની ખામી શોધી વિવિધ પ્રકારનાં રત્નો દ્વારા તેની પૂર્તિ કરી, શુભ લેશ્યા અર્થાત્ શુભ અધ્યવસાય દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી છેવટે તે દ્વારા કર્મ નિર્જરા કરી સૌ જીવો પરંપરાએ મોક્ષસુખ પામી શકે છે.
શ્રી જે. એમ. શાહ, જેઓ ફિર્લિયન ફોટોગ્રાફીના ભારતીય નિષ્ણાત છે અને છેલ્લાં દસેક વર્ષથી કિલિયન ફોટોગ્રાફી તથા ડાઉઝીંગની મદદથી વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org