Book Title: Abhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 67
________________ આભામંડળ : જેન જ્યોતિષશાસ્ત્ર અને રત્ન-ચિકિત્સા 65 હીરો (Diamond) : સ્ફટિક જેવા સ્વચ્છ હીરાના પત્થરમાં રહેલ કાર્બન(carbon)ના અણુઓ દ્વારા વહન કરાતાં રંગીન કિરણો, મનુષ્યના કોષો દ્વારા ગ્રહણ કરાતાં રંગીન કિરણોની સાથે ખૂબ જ સુસંગત હોય છે. અર્થાત્ બંને એક જ પ્રકારનાં હોય છે. આ જ કારણથી રોગનિવારક હીરાનો ઉપયોગ જો ચોક્કસ/વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તેનાં રંગીન કિરણો સીધે સીધા મનુષ્યના શરીરના મૂળભૂત એકમ સ્વરૂપ કોષોમાં પરિવર્તન કરે છે. મનુષ્યના શરીરના કોષો પણ આ કિરણોને બરાબર ઓળખી લે છે અને તેનો પોતાના મુખ્ય પોષક તત્ત્વ તરીકે ઉપયોગ કરે છે. આ રંગીન કિરણો આપણા કોષોની રચનાના મુખ્ય ઘટક તત્ત્વ તથા પ્રાકૃતિક જીવંત રચનાનો એક ભાગ હોવાથી હવા, પાણી અને ખોરાક કરતાં પણ વધુ પાયાના પોષક તત્ત્વો પૂરાં પાડે છે.19 આ રંગીન કિરણોનો વર્ણપટ (spectrum) એ કોષની રચનાની એક પ્રકારની છાપ (blueprint) છે. એ વર્ણપટ, એ કોષ જે અંગમાં આવેલ તે અંગનાં કાર્ય અને તે કોષના કાર્યની માર્ગદર્શક તથા નિયામક માહિતી પૂરી પાડે છે 20 જો આ કોષો સંપૂર્ણ સ્વસ્થ હોય તો, તે કોષો દ્વારા ગ્રહણ કરાતા રંગીન કિરણો, કોષના પોતાનાં રંગીન કિરણોની સાથે એકદમ સુસંગત થાય છે અને જો એ કોષો સાવ નજીવા પ્રમાણમાં રંગીન કિરણો ગ્રહણ કરે તો, તે કોષોની શક્તિ અને કાર્યક્ષમતા પણ ઓછી નક્કી થાય છે . જો કોષોને પોતાનો ચોક્કસ વર્ણપટ યાદ ન હોય તો અથવા એમના વિકૃત બનેલા વર્ણપટને બરાબર સરખો કરવામાં ન આવે તો શારીરિક વિસંવાદિતા અને રોગોની ઉત્પત્તિ થવા લાગે છે અને જ્યારે રોગનિવારક હીરાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ હીરાના કિરણો માત્ર કોષોનું પોષણ કરતા નથી પણ તે કોષોને તેમના પોતાના વર્ણપટની યાદ પણ અપાવે છે અને એ વર્ણપટ/છાપને બરાબર સરખી કરે છે. એ સાથે જ રોગનિવારક હીરા શરીરને વધુ મજબૂત બનાવે છે તેથી હીરાએ શરૂ કરેલ પરિવર્તનને શરીર જલ્દી/સહેલાઈથી સ્વીકારે છે.22 બધા જ પ્રકારના હીરામાં આ પ્રકારની શક્તિ હોતી નથી. માત્ર રોગનિવારક હીરામાં જ આ શક્તિ હોય છે. એ સિવાયના હીરાનો ઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120