________________
આભામંડળ : જેને જ્યોતિષશાસ્ત્ર અને રત્ન-ચિકિત્સા
63 આપણા શરીરના ચોક્કસ શક્તિ ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ખરેખર આપણું આભામંડળ સક્રિય બની જાય છે. યુગોથી એવું અનુભવાયું છે કે આપણા શારીરિક આભામંડળ-વીજ-ચુંબકીય ક્ષેત્રમાં આવેલાં શક્તિ કેન્દ્રો અર્થાત્ ચક્રો જે સતત ગતિશીલ છે તેને શક્તિ પૂરી પાડવાનું અથવા સક્રિય રાખવાનું કાર્ય સ્ફટિકનાં કંપની દ્વારા થાય છે. પૂર્વીય આધ્યાત્મિક સાહિત્યમાં એ વાતના પૂરાવા છે કે સૈકાઓ પૂર્વે ભારતીય યોગના નિષ્ણાતોએ આ બધું સંશોધન કરેલ છે.
વળી પૃથ્વી તરફથી મળેલ આ રત્નો એક અદ્ભુત ભેટ છે. પ્રાચીન કાળથી ચાલ્યા આવતા રિવાજોમાં રત્નોથી જડિત સુવર્ણનાં અલંકારો પહેરવાનો રિવાજ આ વાતનું સૂચન કરે છે.
આ રત્નો આપણા શરીર ઉપર આવેલ એક્યુપ્રેશરનાં બિંદુઓ ઉપર મૂકવામાં આવે છે ત્યારે શક્તિકેન્દ્ર સ્વરૂપ ચક્રો દ્વારા તે આપણા આભામંડળમાં પરિવર્તન કરે છે.12
ઘણા વખત પહેલાંની માયન અને હિબ્રુ સંસ્કૃતિમાં, આશ્ચર્યજનક રીતે દંતકથા સ્વરૂપે અદૃશ્ય થઈ ગયેલ એટલાન્ટિસ શહેરમાં અને સુદૂર પૂર્વની સંસ્કૃતિઓમાં પણ સ્ફટિક અને રત્નોનો ઉપયોગ આધ્યાત્મિક રીતે તથા આરોગ્યની જાળવણી અથવા રોગમુક્તિ માટે કરવામાં આવતો હતો.?
જો કે આધુનિક આરોગ્યવિજ્ઞાન તથા ઔષધવિજ્ઞાન રત્નચિકિત્સાને આધારભૂત ચિકિત્સા પદ્ધતિ તરીકે માન્ય કરતું નથી, આમ છતાં એવા સંખ્યાબંધ સંદર્ભો મળે છે, જેમાં સ્ફટિક અને રત્નો દ્વારા કરાયેલી ચિકિત્સાથી સારું થઈ ગયું હોય અથવા રોગને ઉત્પન્ન થતો અથવા આગળ વધતો અટકાવી દેવામાં આવ્યો હોય.
અંતિલાગણીશીલ-ભાવનાત્મક અને માનસિક પ્રશ્નો દ્વારા ઉત્પન્ન થયેલ અસમતોલનના પરિણામ સ્વરૂપ રોગોમાં ગોળાકાર રત્નોની મદદથી કરાયેલ ચિકિત્સા દ્વારા અદભુત લાભ થયો છે.
રત્નોમાં ધ્વનિ અને પ્રકાશ સ્વરૂપ અદ્ભુત જીવંત શક્તિઓ રહેલી છે, જે આભામંડળમાંના તેના પ્રવેશ દ્વારા અન્ય સજીવ પદાર્થ-વ્યક્તિમાં સંક્રમિત થાય છે. પ્રત્યેક રત્નમાં તેની વિશિષ્ટ/ચોક્કસ લયબદ્ધતા (rhythm), લાક્ષણિકતા, દ્રવ્ય ચુંબકત્વ (ચુંબકીય શક્તિ) હોય છે તેથી તે અમુક ચોક્કસ ઔષધીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org