________________
આભામંડળ : જેન જ્યોતિષશાસ્ત્ર અને રત્ન-ચિકિત્સા બને છે અને શુક્ર માટેનું નંગ / રત્ન હીરો (diamond) છે. તે પણ શ્વેત જ હોય છે.
શ્રી પદ્મપ્રભસ્વામિ તથા શ્રી વાસુપૂજ્ય સ્વામિ બંને ભગવાન લાલ રંગના છે. શ્રી પદ્મપ્રભસ્વામિના ધ્યાન તથા જાપથી સૂર્ય શક્તિશાળી બને છે. જ્યારે શ્રી વાસુપૂજ્ય સ્વામિના ધ્યાન તથા જાપથી મંગળનો ગ્રહ શક્તિશાળી બને છે. સૂર્ય માટેનું નંગ માણેક (ruby) લાલ અને પારદર્શક હોય છે, જ્યારે મંગળ માટેનું નંગ પરવાળો (coral) પણ લાલ હોય છે પરંતુ તે પારદર્શક હોતું નથી.
શ્રી મલ્લિનાથ તથા શ્રી પાર્શ્વનાથ બંને ભગવાન નીલ વર્ણના અર્થાત્ indigo અથવા લીલા (green) રંગના છે. આ બંને પ્રભુના ધ્યાન તથા જાપથી કેતુ ગ્રહ શક્તિશાળી અથવા શુભ બને છે. કેતુ માટેનું નંગ/રત્ન લસણિયું (cat's eye) છે.
શ્રી મુનિસુવ્રતસ્વામિ તથા શ્રી નેમિનાથ પ્રભુ શ્યામજીકૃષ્ણ વર્ણના છે. તેમાંથી શ્રી મુનિસુવ્રતસ્વામિનો જાપ કરવાથી શનિ ગ્રહ શુભ અને શક્તિશાળી બને છે. શનિ માટેનું નંગ નીલમ છે. જ્યારે શ્રી નેમિનાથ પ્રભુના ધ્યાન તથા જાપથી રાહુ ગ્રહ શક્તિશાળી બને છે અને તેનું નંગ ગોમેદક છે.
બાકી રહેલ 16 તીર્થંકરો પીળા રંગના છે, તેમાંથી શ્રી વિમળનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી અરનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી નમિનાથ અને શ્રી મહાવીરસ્વામિ ભગવાનની આરાધના કરવાથી બુધનો ગ્રહ શુભ બને છે અને શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી અભિનંદન સ્વામિ, શ્રી શીતલનાથ, શ્રી સુમતિનાથ, શ્રી સંભવનાથ તથા શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આરાધના કરવાથી ગુરુનો ગ્રહ શક્તિશાળી બને છે. બુધ માટેનું નંગ પન્ના/પાણું છે. જ્યારે ગુરુ માટેનું નંગ પોખરાજ (topaz) છે. અહીં પોખરાજ પીળો હોય છે પરંતુ પન્ના રત્ન લીલા રંગનું હોય છે. અલબત્ત, લીલો રંગ પીળા અને ભૂરા રંગનું મિશ્રણ છે.
આ રીતે અહીં બુધ, શનિ, રાહુ અને કેતુ સંબંધિત રત્નોના રંગની સાથે તીર્થંકર પરમાત્માના દેહનો વર્ણ સુસંગત થતો નથી.
આ સિવાય જન્મરાશિના આધારે પણ તીર્થંકર પરમાત્મા અથવા નિંગ/રત્નની પસંદગી કરી શકાય છે. અલબત્ત, ભારતીય જ્યોતિષશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org