________________
59
આભામંડum : જૈન જ્યોnષણાત્ર અને રાજા-ચકિત્સા
રંગચિકિત્સાની સાથે જૈનદર્શનમાં પ્રસિદ્ધ શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધના તથા શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે અને તેનો સંબંધ જ્યોતિષશાસ્ત્ર તથા ગ્રહો સાથે પણ છે.
જે રીતે નમસ્કાર મહામંત્રની આરાધનામાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદની અનુક્રમે શ્વેત, લાલ, પીળા, લીલા અને કૃષ્ણ વગેરે વિશિષ્ટ રંગો દ્વારા આરાધના કરવાનું બતાવ્યું છે તે રીતે શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનામાં પણ અરિહંત વગેરેની આરાધના પણ શ્વેત વગેરે રંગો દ્વારા કરાય છે. એટલું જ નહિ નમસ્કાર મહામંત્રના શરૂઆતના પાંચ પદોનો સંબંધ ગ્રહોની સાથે પણ છે.
કોઈપણ ગ્રહ નીચ રાશિમાં હોય, અસ્તનો હોય કે છઠે, આઠમે કે બારમે હોય તો તે ગ્રહ નબળો ગણાય છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં ચંદ્ર કે શુક્ર નિર્બળ હોય કે અસ્તનો હોય અથવા દુઃસ્થાનમાં હોય તેવી વ્યક્તિએ "નમો અરિહંતાણં' પદનો જાપ કરવો જોઈએ. તે રીતે સૂર્ય અને મંગળ નબળા હોય તો "નમો સિદ્ધાણં", ગુરુ નબળો હોય તો "નમો આયરિયાણ", બુધ નબળો હોય તો "નમો ઉવઝાયાણં" તથા શનિ, રાહુ અને કેતુ નબળા હોય તો તેઓએ "નમો લોએ સવ્વસાહૂણં' પદનો જાપ કરવો જોઈએ. આ પદોનો જાપ કરવાથી તે તે પદ સાથે સંબંધિત ગ્રહોના કિરણોની તે વ્યક્તિના આભામંડળ ઉપર અસર થાય છે અને આભામંડળમાંથી તે રંગની ઊણપ દૂર થાય છે. આ જ રીતે શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનામાં પણ શ્વેત રંગથી અરિહંતની આરાધના કરવાથી આભામંડળના બધા જ રંગોમાં સમતોલપણું આવે છે કારણ કે શ્વેત રંગમાં સાતેય રંગો અથવા ત્રણેય મૂળ રંગો સમ પ્રમાણમાં છે, તો લાલ રંગથી સિદ્ધ ભગવંતની આરાધના કરવાથી આભામંડળમાંની લાલ રંગની ખામી દૂર થાય છે. તે જ રીતે પીળા રંગથી આચાર્યની આરાધના કરવાથી આભામંડળમાંની પીળા રંગની ખામી દૂર થાય છે. લીલા રંગથી ઉપાધ્યાય ભગવંતની આરાધના કરવાથી આભામંડળમાંના પીળા અને ભૂરા રંગની ખામી દૂર થાય છે કારણ કે લીલો રંગ પીળા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org