________________
64
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન ગુણધર્મ ધરાવે છે.15
રત્નો દ્વારા આભામંડળમાં શક્તિ પૂરવાના કાર્યની ગતિ ચોક્કસ આવર્તનવાળી હોય છે અને પ્રત્યેક આવર્તનની શરૂઆતમાં તે રત્ન આભામંડળના એક ચોક્કસ સ્તરમાં શક્તિ પૂરે છે અને તે ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં સુધી આભામંડળના તે સ્તરમાંથી શક્તિ પૂર્ણ થવાનો વિશિષ્ટ સંકેત ન મળે ત્યાં સુધી અને તે સંકેત વિશિષ્ટ પ્રકારના પરિવર્તન અથવા તંદુરસ્તી / સ્વાથ્યની પુનઃ પ્રાપ્તિ સ્વરૂપ હોઈ શકે છે.16.
આ રત્નો શરીરનાં વિશિષ્ટ ભાગો ઉપર મૂકવામાં આવે છે, તેમાં ય ખાસ કરીને ચક્રોના સ્થાને અથવા બળતરા થતી હોય અથવા જ્યાં પીડા થતી હોય, જે ભાગ રોગગ્રસ્ત હોય, જ્યાં ઈજા થયેલ હોય ત્યાં મૂકવામાં આવે છે. એ સિવાય ગળામાં ડોકની આસપાસ હાર સ્વરૂપે પણ તે પહેરવામાં આવે છે ?
રત્નચિકિત્સકોના કહેવા પ્રમાણે કોઈપણ રત્ન માળાના મણકા સ્વરૂપે રેશમી દોરામાં પરોવીને પહેરવું શ્રેષ્ઠ છે. રત્નચિકિત્સકો કોઈ ધાતુમાં જડેલાં રત્નો પહેરવાની ના કહે છે કારણ કે તેઓની માન્યતા પ્રમાણે ધાતુમાં જ ડેલ રત્નની ઔષધીય અસર ઓછી થઈ જાય છે અથવા તો તે બિલકુલ અસર કરતું નથી. આમ છતાં મારી અંગત માન્યતા પ્રમાણે સુવર્ણ તેમાં અપવાદ હોઈ શકે છે કારણ કે પ્રાચીન કાળથી જ રત્નોને સુવર્ણમાં જ ડીને જ પહેરવાનો રિવાજ અવિચ્છિન્નપણે ચાલ્યો આવે છે અને તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે. સુવર્ણ એ વીજ-ચુંબકીય શક્તિનું વહન કરવા માટેનો શ્રેષ્ઠ પદાર્થ/દ્રવ્ય (super conductor) છે. વળી એ વીજ શક્તિ માટે સૂક્ષ્મગ્રાહી (most sensitive) છે. આધુનિક યંત્રો દ્વારા જે વીજ પ્રવાહનો નિર્દેશ પ્રાપ્ત ન થાય એવા વીજ પ્રવાહનો નિર્દેશ સુવર્ણ દ્વારા થાય છે.
ટૂંકમાં, વિભિન્ન ગ્રહોમાંથી આવતા વૈશ્વિક કિરણો(cosmic rays અથવા radiations)ને રત્નો પોતાનામાં ગ્રહણ કરે છે અને તે સુવર્ણ દ્વારા આપણા શરીરમાં મોકલે છે. આ રીતે રત્નો દ્વારા વૈશ્વિક શક્તિ આપણા ભૌતિક, ભાવનાત્મક અને માનસિક શરીરમાં પ્રવેશે છે અને સ્વાથ્ય સુધાર અથવા રોગમુક્તિનું કામ કરે છે.
ચિકિત્સા માટે વપરાતાં આ રત્નો રોગનિવારક (therapeutic) અર્થાત્ જીવન આપનાર કંપની તરંગોનું વહન કરનાર હોવાં જોઈએ.18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org